અમે પાકી પ્રાપ્ત કરી લીધા પછી કુદરહ અને સુફરહ (પીળા અથવા માટી જેવા રંગના પાણી) ની ગણતરી કરતાં ન હતા

અમે પાકી પ્રાપ્ત કરી લીધા પછી કુદરહ અને સુફરહ (પીળા અથવા માટી જેવા રંગના પાણી) ની ગણતરી કરતાં ન હતા

ઉમ્મે અતિય્યહ રઝી અલ્લાહુ અન્હા રિયાવત કરે છે કે તેમણે નબી ﷺ ના હાથ પર બૈઅત કરી, તેમણે કહ્યું: અમે પાકી પ્રાપ્ત કરી લીધા પછી કુદરહ અને સુફરહ (પીળા અથવા માટી જેવા રંગના પાણી) ની ગણતરી કરતાં ન હતા.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [رواه أبو داود بهذا اللفظ ورواه البخاري بدون زيادة (بعد الطهر)]

الشرح

સહાબીયા ઉમ્મે અતિય્યહ રઝી અલ્લાહુ અન્હાએ જણાવ્યું કે સ્ત્રીઓ નબી ﷺ ના સમયમાં હૈઝ (માસિક)થી પાક થયા પછી તે પાણીની ગણતરી ન હતી કરતી, જે તેમના ગુપ્તાંગ માંથી નીકળતું હતું, જે કાળા અથવા પીળા રંગનું હોતું, તેના કારણે તેઓ નમાઝ પઢવાનું અને રોઝા રાખવાનું ન હતા છોડતા.

فوائد الحديث

હૈઝથી પાક થયા પછી સ્ત્રીના ગુપ્તાંગ માંથી જે પાણી નીકળે છે, તેની ગણતરી કરવામાં નહીં આવે, ભલેને તેનો રંગ માટી જેવા કલરનો હોય કે પીળા કલરનો, અને તે લોહીની ગંદકી પણ કેમ ન હોય.

હૈઝના સમયગાળામાં જો સુફરહ અને કુદરહ આવે તો તેને હૈઝ ગણવામાં આવશે; કારણકે તે તેના સમયનું લોહી છે, સિવાય એ કે તે પાણીમાં ભળેલું હોય.

પાક થાય પછી આવતા સુફરહ અને કુદરહના કારણે સ્ત્રી નમાઝ અને રોઝા નહીં છોડે, પરંતુ તે વઝૂ કરશે અને નમાઝ પઢશે.

التصنيفات

હૈઝ (માસિક), નિફાસ અને ઇસ્તિહાઝહ