?નિઃશંક અલ્લાહ તમને એ વાતથી રોકે છે કે તમે તમારા પૂર્વજોના નામની કસમો ખાઓ

?નિઃશંક અલ્લાહ તમને એ વાતથી રોકે છે કે તમે તમારા પૂર્વજોના નામની કસમો ખાઓ

ઉમર બિન ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું: «નિઃશંક અલ્લાહ તમને એ વાતથી રોકે છે કે તમે તમારા પૂર્વજોના નામની કસમો ખાઓ», ઉમર રઝી અલ્લાહુ અન્હુ એ કહ્યું: અલ્લાહની કસમ ! જ્યારથી આ વાત મેં નબી ﷺ પાસેથી સાંભળી છે, ત્યારથી મેં તેઓની કસમ નથી ખાધી, ન તો મારા તરફથી અને ન તો બીજાના તરફથી.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે અલ્લાહ તમારા પૂર્વજોની કસમો ખાવા પર રોક લગાવી રહ્યો છે, જ્યારે તમને કસમ ખાવાની જરૂર પડે તો તમે અલ્લાહ સિવાય બીજા કોઈની કસમ ન ખાઓ, અને ન તેના સિવાય કોઈના નામની કસમ ન ખાઓ. ફરી ઉમર રઝી અલ્લાહુ અન્હુ એ વર્ણન કર્યું કે જ્યારથી મેં આ વાત નબી ﷺ દ્વારા સાંભળી છે, મેં ક્યારેય તેઓના નામની કસમો ખાધી નથી, ન તો મારા તરફથી, અને ન તો કોઈના માટે.

فوائد الحديث

અલ્લાહ સિવાય બીજાના નામની કસમ ખાવી હરામ છે, ખાસ કરીને પૂર્વજોના નામની કારણકે તે અજ્ઞાનતાના સમયની આદત છે.

કસમ: કોઈ કામમાં ભાર આપવા અલ્લાહની કસમ અથવા અલ્લાહના નામોની કસમ અથવા અલ્લાહના ગુણોની કસમ ખાવી.

ઉમર રઝી અલ્લાહુ અન્હુની મહત્ત્વતા કે કેટલી જલ્દી તેમણે આજ્ઞાનું પાલન કર્યું, અને તેમની સુંદર સમજવાની શક્તિ અને ચપળતાનું વર્ણન.

التصنيفات

તૌહીદે ઉલુહિયત