હું અલ્લાહ સમક્ષ નિર્દોષ છું કે હું તમારા માંથી કોઈને મારો મિત્ર બનાવું, બસ અલ્લાહએ મને મિત્ર બનાવ્યો જેવી રીતે કે…

હું અલ્લાહ સમક્ષ નિર્દોષ છું કે હું તમારા માંથી કોઈને મારો મિત્ર બનાવું, બસ અલ્લાહએ મને મિત્ર બનાવ્યો જેવી રીતે કે ઈબ્રાહીમને પોતાનો મિત્ર બનાવ્યો હતો

જુન્દુબ્ રઝી, કહે છે: મેં નબી ﷺ ને તેમના મૃત્યુના પાંચ દિવસ પહેલા કહેતા સાંભળ્યા: « હું અલ્લાહ સમક્ષ નિર્દોષ છું કે હું તમારા માંથી કોઈને મારો મિત્ર બનાવું, બસ અલ્લાહએ મને મિત્ર બનાવ્યો જેવી રીતે કે ઈબ્રાહીમને પોતાનો મિત્ર બનાવ્યો હતો, જો હું મારી કોમ માંથી કોઇ વ્યક્તિને પણ મારો મિત્ર બનાવતો તો હું અબૂ બકર રઝી. ને મારો મિત્ર બનાવતો, ખબરદાર ! તમારાથી પહેલાના લોકોએ પોતાના પયગંબરોની કબરોને સિજદો કરવાની જગ્યા બનવી લીધી, જેથી તમે કબરોને સિજદો કરવાની જગ્યા (મસ્જિદ) ન બનાવશો, કારણેકે હું તમને તેનાથી રોકું છું».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

નબી ﷺ એ આ હદીષમાં પોતાના સ્થાન વિશે જણાવ્યું કે અલ્લાહ પાસે આપ ﷺનું સ્થાન કેટલું ઉચ્ચ અને મહાન છે આપ ﷺ મોહબ્બતના કેટલા ઊંચા દરજ્જા સુધી પહોંચી ગયા છે, અને નબી ﷺ ને અલ્લાહ પાસે મોહબ્બતનો એટલો જ દરજ્જો પ્રાપ્ત છે, જે ઈબ્રાહીમને મળેલો હતો, એટલા માટે નબી ﷺ એ તે વાતથી ઇન્કાર કર્યો કે તેમનો કોઈ મિત્ર હતો, કારણકે તેમની દિલ અલ્લાહની મોહબ્બત, તેના સ્મરણ, અને ઓળખથી ભરપૂર હતું, એટલા માટે અલ્લાહ સિવાય કોઈના માટે પણ જગ્યા ન હતી, હા, જો નબી ﷺ નો કોઈ મિત્ર હોત તો તે અબૂ બકર રઝી. હોતા. ફરી નબી ﷺ એ જાઈઝ મોહબ્બતમાં વધારો કરવાથી રોક્યા, જેવી રીતે કે યહૂદીઓ અને ઈસાઈઓએ પોતાના પયગંબરો અને નેક લોકોની કબરો સાથે કર્યું, અહી સુધી કે તેમને મઅબૂદ (પૂજ્ય) બનાવી, અલ્લાહને છોડી તેમની ઈબાદત કરવા લાગ્યા, અને તેઓએ તેમની કબરો પર મસ્જિદો અને મંદિરો બનાવ્યા, અને નબી ﷺ એ પોતાની કોમને તેમનું અનુસરણ કરવાથી રોક્યા.

فوائد الحديث

આ હદીષમાં અબૂ બકર રઝી. ની મહાનતાનું વર્ણન કરવામાં આવ્યું છે, અને તે એ કે તેઓ દરેક સહાબાઓમાં સૌથી શ્રેષ્ઠ છે, અને તેઓ જ નબી ﷺ પછી આગેવાનીના સૌથી વધારે હકદાર છે.

કબરો પર મસ્જિદો બનાવવી પાછલી કોમોની બુરાઈઓ માંથી એક છે.

કબરોને ઈબાદતનું ઘર, અથવા ત્યાં ઈબાદત કરવી, અને તેના પર મસ્જિદ અથવા ગુંબજ બનાવવાથી રોકવામાં આવ્યા છે, જેથી તેના કારણે શિર્કથી બચી શકાય.

નેક લોકો બાબતે અતિશયોક્તિ કરવાથી રોકવામાં આવ્યા છે, જે શિર્ક તરફ દોરી જાય છે.

નબી ﷺ દ્વારા સચેત કરવામાં આવેલ કાર્યોની ભયાનકતાનો અંદાજો તે વાતથી લગાવી શકાય છે કે નબી ﷺ એ તેની ચેતવણી પોતાના મૃત્યુના પાંચ દિવસ પહેલા તેનાથી બચવા પર ભાર આપ્યો હતો.

التصنيفات

તૌહીદે ઉલુહિયત, તૌહીદે ઉલુહિયત, સહાબા રઝી અલ્લાહુ અન્હુમની મહત્ત્વતા, સહાબા રઝી અલ્લાહુ અન્હુમની મહત્ત્વતા