?હે લોકો ! દીનમાં ગુલૂ (અતિશયોક્તિ) કરવાથી બચો, કારણકે તમારા પહેલાના લોકો દીનમાં ગુલૂ (અતિશયોક્તિ) કરવાના કારણે નષ્ટ…

?હે લોકો ! દીનમાં ગુલૂ (અતિશયોક્તિ) કરવાથી બચો, કારણકે તમારા પહેલાના લોકો દીનમાં ગુલૂ (અતિશયોક્તિ) કરવાના કારણે નષ્ટ થઈ ગયા

અબ્દુલ્લાહ બિન અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી ﷺએ જમરહ ઉકબા નામની જગ્યાએ કહ્યું, તે સમયે નબી ﷺ પોતાની ઊંટણી પણ હતા: «મારા માટે કાંકરિયો ભેગી કરીને લાવો», મેં નબી ﷺ માટે સાત કાંકરિયો ભેગી કરી, તે કાંકરિયો એવી હતી, જે બન્ને આંગળીઓની વચ્ચે આવી જાય, નબી ﷺ પોતાની હથેળીમાં હલાવતા હતા અને કહેતા હતા: આજ પ્રમાણે કાંકરિયો મારો, ફરી નબી ﷺએ કહ્યું: «હે લોકો ! દીનમાં ગુલૂ (અતિશયોક્તિ) કરવાથી બચો, કારણકે તમારા પહેલાના લોકો દીનમાં ગુલૂ (અતિશયોક્તિ) કરવાના કારણે નષ્ટ થઈ ગયા».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

અબ્દુલ્લાહ ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા જણાવી રહ્યા છે કે હું હજજતુલ્ વિદાઅના સમયે યવ્મુન્ નહરના દિવસે સવારે રમ્યે જમરહ કરતી વખતે નબી ﷺ સાથે હતો, તો નબી ﷺએ મને કાંકરિયો ભેગી કરવાનો આદેશ આપ્યો, તો મેં નબી ﷺ માટે સાત કાંકરિયો ભેગી કરી, તેમાંથી દરેક કાંકરિયો ચણા બરાબર હતી, ફરી તે કાંકરિયોને નબી ﷺએ પોતાના હાથમા લીધી અને હલાવવા લાગ્યા અને કહ્યું: એક સરખી કાંકરિયો વડે કાંકરિયો મારો, ફરી નબી ﷺએ દીનમાં ગુલૂ (અતિશયોક્તિ) અને ઉગ્રવાદથી તેમજ દીનની મર્યાદાઓનું ઉલ્લંઘન કરવાથી સચેત કર્યા; કારણકે પહેલાની કોમો દીન બાબતે અતિરેક અને ઉગ્રવાદ તેમજ દીનનું ઉલ્લંઘન કરવાના કારણે નષ્ટ થઈ ગઈ.

فوائد الحديث

આ હદીષમાં દીનમાં ગુલૂ (અતિશયોક્તિ) કરવાથી રોક્યા છે, અને તેનું ભયાનક પરિણામ વર્ણન કરી જણાવ્યું કે તે નષ્ટતાનું કારણ છે.

અગાઉની કોમો જે કારણો દ્વારા નષ્ટ કરવામાં આવી, તે બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ.

આ હદીષમાં સુન્નત પર અમલ કરવા પર પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.

التصنيفات

અજ્ઞાનતાની બાબતો