વ્યક્તિ જ્યારે બીમાર થાય છે અથવા સફર કરે છે તો તેના માટે તેની તે ઈબાદતોનો સવાબ લખી દેવામાં આવે છે, જેને તે સ્થાનિક…

વ્યક્તિ જ્યારે બીમાર થાય છે અથવા સફર કરે છે તો તેના માટે તેની તે ઈબાદતોનો સવાબ લખી દેવામાં આવે છે, જેને તે સ્થાનિક સ્થિતિમાં અથવા તંદુરસ્તીમાં કરતો હતો

અબૂ મૂસા અશઅરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી ﷺએ કહ્યું: «વ્યક્તિ જ્યારે બીમાર થાય છે અથવા સફર કરે છે તો તેના માટે તેની તે ઈબાદતોનો સવાબ લખી દેવામાં આવે છે, જેને તે સ્થાનિક સ્થિતિમાં અથવા તંદુરસ્તીમાં કરતો હતો».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આ હદીષમાં નબી ﷺએ અલ્લાહની કૃપા અને તેની રહેમત વિશે જણાવ્યું છે, કે જ્યારે કોઇ મુસલમાન તંદુરસ્તીમાં અથવા ઘરે રહીને નિયમિત રૂપે સત્કાર્યો કરતો હતો, તો બીમારી અથવા બીજા કોઇ કારણે જો તે નેક કાર્ય ન કરી શકે અથવા સફરમાં નીકળવાના કારણે તે કાર્ય છોડી દે તો તેના માટે એટલો જ સવાબ લખવામાં આવે છે, જેટલો તેને તંદુરસ્તીની સ્થિતિમાં અથવા ઘરમાં રહીને તે નેક કાર્ય કરવા પર મળતો હતો.

فوائد الحديث

અલ્લાહ પોતાના બંદાઓ પર ઘણો કૃપાળું છે.

આ હદીષમાં નેકીના કાર્યો વધુમાં વધુ કરવા પર પ્રોત્સાહન અને નવરાશની પણોની મહત્વતા જાણવા મળે છે.

التصنيفات

ઇસ્લામના સદ્ગુણો અને ગુણો