દરરોજ, જેમાં સૂરજ ઊગે છે, માનવીએ પોતાના દરેક જોડનો સદકો આપવો જરૂરી છે

દરરોજ, જેમાં સૂરજ ઊગે છે, માનવીએ પોતાના દરેક જોડનો સદકો આપવો જરૂરી છે

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «દરરોજ, જેમાં સૂરજ ઊગે છે, માનવીએ પોતાના દરેક જોડનો સદકો આપવો જરૂરી છે, દરરોજ, જેમાં સુર્ય ઊગે છે, તમારો બે વ્યક્તિઓ વચ્ચે ન્યાય કરવો સદકો છે, કોઈને તમે તેની સવારી પર સવાર કરવામાં અથવા તેનો સામાન ઉઠાવી આપવામાં અથવા તેના સામાનને સવારી પરથી ઉતારવો સદકા છે, સારી વાત કરવી પણ સદકાનું કામ છે, નમાઝ માટે જતા દરેક ડગલાં પર સદકો છે અને રસ્તા પરથી તકલીફ આપનારી વસ્તુઓને હટાવી પણ સદકો છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ વર્ણન કર્યું કે દરેક મુસલમાન પર દરરોજ તેના શરીરમાં રહેલ જોડ પ્રમાણે આફિયત અને આભાર વ્યક્ત કરતા અલ્લાહ માટે નફિલ સદકો કરવો જરૂરી છે, અને તેના હાડકાને જાળવી રાખવા તેમજ તેને મજબૂત કરવા માટે જોડ બનાવ્યા છે, અને ખરેખર આ સદકો દરેક પ્રકારના સારા કાર્યો પર આધારિત હોય છે, ફક્ત માલ ખર્ચ કરવા પર આધારિત નથી હોતો, જેમકે: બે વ્યક્તિ વચ્ચે ન્યાય કરવો અથવા બે ઝઘડો કરનારની વચ્ચે સમાધાન કરાવવું સદકો છે, કોઈ નિરાધાર વ્યક્તિને પોતાની સવારી વડે મદદ કરવી, તેને સવારી અપાવી અથવા તેનો સામાન ઉઠાવવો પણ સદકાનું કામ છે, સારી વાત કરવી, દરેકને સારા શબ્દો વડે બોલાવવા, અથવા દુઆ આપવી અથવા સલામ કરવું વગેરે પણ સદકો છે, નમાઝ માટે ચાલતા દરેક ડગલાં પણ સદકો છે, રસ્તા પરથી તકલીફ આપનારી વસ્તુઓ હટાવવી પણ સદકો છે.

فوائد الحديث

માનવ હાડકાંની રચના અને તેની સલામતી એ આપણા પર કરેલ અલ્લાહ તઆલાની ભવ્ય નેઅમતો માંથી એક છે, દરેક હાડકા પર આ ભવ્ય નેઅમતના બદલામાં સદકો કરવો જરૂરી છે.

આ નેઅમતો સતત મળી રહે તે માટે દરરોજ નવિંત્તમ સદકો કરવા પર પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.

દરરોજ સ્વૈચ્છિક નફિલ કાર્યો અને સદકા કરતા રહેવું જોઈએ, આ હદીષમાં તેના પર પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.

બે વ્યક્તિ વચ્ચે સમાધાન કરાવવાની મહત્ત્વતા.

વ્યક્તિને પોતાના ભાઈની મદદ કરવા પ્રત્યે તાકીદ આપવામાં આવી છે; કારણકે તેની મદદ કરવી સદકો છે.

જમાઅત સાથે નમાઝ પઢવા અને તેની તરફ ચાલતા જવા અને તે પ્રમાણે મસ્જિદ બનાવવા પર તાકીદ આપવામાં આવી.

નુકસાન પહોંચાડનાર દરેક વસ્તુને મુસલમાનોના માર્ગથી હટાવી તેમના માર્ગનું સન્માન કરવું જરૂરી છે.

التصنيفات

ઇસ્લામના સદ્ગુણો અને ગુણો