?તમારા માંથી સૌથી ઉત્તમ વ્યક્તિ તે છે, જે કુરઆન શીખે અને શીખવાડે

?તમારા માંથી સૌથી ઉત્તમ વ્યક્તિ તે છે, જે કુરઆન શીખે અને શીખવાડે

ઉષ્માન રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «તમારા માંથી સૌથી ઉત્તમ વ્યક્તિ તે છે, જે કુરઆન શીખે અને શીખવાડે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

નબી ﷺ એ જણાવ્યું કે મુસલમાનોમાં સૌથી મહાન અને દરજ્જા રીતે સૌથી ઉચ્ચ દરજ્જો તે વ્યક્તિનો છે, જે કુરઆન શીખે અર્થાત્ તેની તિલાવત કરે, યાદ કરે અને તેના અર્થ તેમજ સમજૂતી પઢે, અને તે વ્યક્તિનો પણ જે શીખવાડે, જે તેની પાસે કુરઆનનું ઇલ્મ છે, તેના પર અમલ કરવાની સાથે સાથે તે તે ઇલ્મને લોકોને શીખવાડે.

فوائد الحديث

આ હદીષમાં કુરઆનની મહાનતાવર્ણન કરવામાં આવી છે, તે સૌથી શ્રેષ્ઠ કલામ (વાળી) છે; કારણકે તે અલ્લાહનું કલામ (વાળી) છે.

શિક્ષકોમાં સૌથી ઉત્તમ તે શિક્ષક છે જે કુરઆન અન્ય લોકોને શીખવાડે, એવું નહીં કે તો પોતાનું ઈલ્મ પોતાના સુધી જ સીમિત રાખે.

કુરઆનની તાલિમમાં તેની તિલાવત, તેના અર્થ અને આદેશોનો પણ સમાવેશ થાય છે.

التصنيفات

કુરઆન તરફ આકર્ષિત કરવાની મહત્ત્વતાઓ, કુરઆન તરફ આકર્ષિત કરવાની મહત્ત્વતાઓ