إعدادات العرض
જે વ્યક્તિ જ્યોતિષ પાસે જાય અને કોઈ વસ્તુ બાબતે તેને પૂછી લે તો તે વ્યક્તિની ચાળીસ દિવસની નમાઝ કબૂલ કરવામાં આવતી…
જે વ્યક્તિ જ્યોતિષ પાસે જાય અને કોઈ વસ્તુ બાબતે તેને પૂછી લે તો તે વ્યક્તિની ચાળીસ દિવસની નમાઝ કબૂલ કરવામાં આવતી થતી
નબી ﷺ ની એક પત્ની રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «જે વ્યક્તિ જ્યોતિષ પાસે જાય અને કોઈ વસ્તુ બાબતે તેને પૂછી લે તો તે વ્યક્તિની ચાળીસ દિવસની નમાઝ કબૂલ કરવામાં આવતી થતી».
الترجمة
العربية Bosanski English فارسی Français Bahasa Indonesia Русский اردو 中文 हिन्दी বাংলা Español Kurdî Hausa Português മലയാളം తెలుగు Kiswahili தமிழ் සිංහල မြန်မာ ไทย Deutsch 日本語 پښتو Tiếng Việt অসমীয়া Shqip Svenska Čeština አማርኛ Yorùbá Nederlands ئۇيغۇرچە Türkçe دری Magyar Italiano ಕನ್ನಡ Кыргызча Lietuvių Malagasy Română Kinyarwanda नेपाली Српски Soomaali Moore Українська Български Tagalog Wolof Azərbaycanالشرح
આ હદીષમાં નબી ﷺ એ જ્યોતિષ પાસે જવાથી રોક્યા છે, અને દરેક ભવિષ્યવાણી કરનાર, તારાઓ જોઈ અથવા પાસા ફેંકી જ્યોતિષી કરનાર માટે સામાન્ય નામ છે, જેઓ ગેબના ઇલ્મનો દાવો કરે છે અને અનુમાન લગાવે છે, તેમની પાસે સામાન્ય જ્ઞાન વિશે પણ સવાલ કરવાથી વ્યક્તિની ચાળીસ દિવસની નમાઝ કબૂલ થતી નથી, આ ચેતવણી જ્યોતિષ પાસે જવાનો ગુનોહ અને કબીરહ (મોટો) ગુનાહ હોવાની પુષ્ટિ કરે છે.فوائد الحديث
ભવિષ્યવાણી કરવી હરામ છે, તેમજ તેમની પાસે ગેબ વિશેની વાતોનો સવાલ કરવો પણ હરામ છે.
ક્યારેક ક્યારેક માનવી કોઈ ગુનાહ કરવાના કારણે, નેકી પર મળતા સવાબથી વંચિત થઈ જાય છે.
જેને જન્માક્ષર કહેવામાં આવે છે અને તેને જોવું, તેમજ હથેળીઓ અને પાસાઓ વાંચવા -ભલે માત્ર જોવાની રીત તરીકે- હદીસમાં આ બધાનો સમાવેશ થાય છે; કારણ કે તે બધું તકદીર અને ગેબના ઇલ્મનો દાવો કરવા માંથી છે.
જ્યોતિષ પાસે જનાર માટે આટલી મોટી સજા વર્ણન કરી છે, તો જે પોતે આ કામ કરતો હશે તેનો અંજામ શું થશે?
ચાળીસ દિવસની નમાઝનો સવાબ જતો રહેશે, તેને કઝા કરવી જરૂરી નથી પરંતુ તેનો કોઈ સવાબ નહીં મળે.
التصنيفات
નામો અને આદેશો