જેણે નક્ષત્રોના જ્ઞાનનો થોડો ભાગ મેળવ્યો તેણે જાદુનો થોડો ભાગ શીખ્યો, તે નક્ષત્રો વિશે જેટલું વધુ જ્ઞાન મેળવતો…

જેણે નક્ષત્રોના જ્ઞાનનો થોડો ભાગ મેળવ્યો તેણે જાદુનો થોડો ભાગ શીખ્યો, તે નક્ષત્રો વિશે જેટલું વધુ જ્ઞાન મેળવતો રહેશે, તેટલું જ તે જાદુ વિશે વધુ જ્ઞાન મેળવતો રહેશે

ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું: «જેણે નક્ષત્રોના જ્ઞાનનો થોડો ભાગ મેળવ્યો તેણે જાદુનો થોડો ભાગ શીખ્યો, તે નક્ષત્રો વિશે જેટલું વધુ જ્ઞાન મેળવતો રહેશે, તેટલું જ તે જાદુ વિશે વધુ જ્ઞાન મેળવતો રહેશે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહ અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે]

الشرح

નબી ﷺ એ જણાવ્યું કે જે વ્યક્તિ નક્ષત્ર વિદ્યા, પાસાઓની વિદ્યા, અને તેમની સ્થિતિઓને જોઈ અંદાજો લગાવનાર તેમજ જમીન પર થતા કિસ્સાઓ જેવા કે ફલાણાના મૃત્યુનું કારણ, જન્મ થવાનું અથવા બીમાર પડવાનું કારણ, આ રીતે ભવિષ્યવાણી કરનાર, આ દરેક વસ્તુઓ જાદુ વિદ્યાનો એક ભાગ છે, આ વિદ્યા જેટલી વધારે પ્રાપ્ત કરતો જશે એટલું જ તે જાદુમાં વધારો કરતો જશે.

فوائد الحديث

નક્ષત્રની વિદ્યા હરામ છે, જેઓ તારાઓ પર ભરોસો કરતા ભવિષ્યવાણી કરતા હોય છે, (તો આ વસ્તુ ઇસ્લામે હરામ કરી છે); કારણકે આ વસ્તુ ગેબના ઇલ્મનો દાવો કરવો ગણાશે.

નક્ષત્રોનું જ્ઞાન પણ એક પ્રકારનો જાદુ છે, જે તૌહીદની વિરુદ્ધ છે, દિશા જોવા માટે તારાઓને જોવા, કિબ્લો નક્કી કરવા માટે તારાઓને જોવા મૌસમની આગાહી માટે તારાઓને જોવા તેમજ મહિનાના ફેરફાર માટે જોવું જાઈઝ છે.

માનવી નક્ષત્રોણે જોઈ ભવિષ્યવાળી કરવાનું જેટલું વધારે જ્ઞાન પ્રાપ્ત કરતો રહેશે, તે જાદુનું જ્ઞાન એટલું જ વધારે પ્રાપ્ત કરતો જશે.

અલ્લાહ તઆલાએ તારાઓના ત્રણ ફાયદા કુરઆન મજીદમાં વર્ણન કર્યા છે: આકાશની સુંદરતા માટે, માર્ગ શોધવા માટે અને શૈતાનને મારવા માટે.

التصنيفات

ઇસ્લામને તોડવા વાળી બાબતો