તમારો શું વિચાર છે કે હું ફરજ નમાઝ પઢું અર્થાત્ પાંચ વખતની નમાઝ પઢું અને નફિલ નમાઝ ન પઢું અને ફક્ત રમજાનના રોઝા…

તમારો શું વિચાર છે કે હું ફરજ નમાઝ પઢું અર્થાત્ પાંચ વખતની નમાઝ પઢું અને નફિલ નમાઝ ન પઢું અને ફક્ત રમજાનના રોઝા રાખું, નફિલ રોઝા ન રાખું, હલાલને હલાલ સમજું અને હરામને હરામ સમજું

જાબિર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે: એક વ્યક્તિએ નબી ﷺ ને સવાલ કર્યો: તમારો શું વિચાર છે કે હું ફરજ નમાઝ પઢું અર્થાત્ પાંચ વખતની નમાઝ પઢું અને નફિલ નમાઝ ન પઢું અને ફક્ત રમજાનના રોઝા રાખું, નફિલ રોઝા ન રાખું, હલાલને હલાલ સમજું અને હરામને હરામ સમજું, અને તેનાથી વધારે કઈં પણ ન કરું, તો શું આ મારા માટે જન્નતમાં દાખલ થવા માટે પૂરતું છે? નબી ﷺ એ કહ્યું: «હાં», તે વ્યક્તિએ કહ્યું: અલ્લાહની કસમ હું આનાથી વધારે કઈ નહીં કરું.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે જે વ્યક્તિ પાંચ ફર્ઝ નમઝો પઢે, નફિલ નમઝો ન પઢે, ફક્ત રમજાન મહિનાના રોઝા રાખે અને બીજા નફિલ રોઝા ન રાખે, અને અલ્લાહ એ જે હલાલ કર્યું છે તેને હલાલ સમજી કરે, અને જે વસ્તુ અલ્લાહએ હરામ કર્યું છે તેને હરામ સમજી તેનાથી બચે, તો તે જન્નતમાં દાખલ થશે.

فوائد الحديث

આ હદીષ દ્વારા જાણવા મળ્યું કે એક મુસલમાન ફરજો બજાવવા અને હરામ કર્યો (પ્રતિબંધિત વસ્તુઓ) થી દૂર રહેવા માટે ઉત્સુક હોવો જોઈએ અને તેનો હેતુ ફક્ત જન્નતમાં પ્રવેશવાનો હોવો જોઈએ.

આ હદીષ જે હલાલ છે તેને હલાલ સમજવા અને જે હરામ છે તેને હરામ સમજવાનું મહત્વ દર્શાવે છે.

હલાલ કાર્યો કરવા અને હરામ કાર્યોથી બચવું એ જન્નતમાં દાખલ થવાનું એક મહત્વનું કારણ છે.

التصنيفات

નામો અને આદેશો, ઈમાનની શાખાઓ, નમાઝની મહ્ત્વતા