અલ્લાહુમ્મ અન્તસ્ સલામ, વમિન્ કસ્ સલામ, તબારક્ત યા ઝલ્ ઝલાલી વલ્ ઇક્રામ

અલ્લાહુમ્મ અન્તસ્ સલામ, વમિન્ કસ્ સલામ, તબારક્ત યા ઝલ્ ઝલાલી વલ્ ઇક્રામ

ષૌબાન રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: જ્યારે નબી ﷺ નમાઝ પૂરી કરી સલામ ફેરવતા અને મોઢું ફેરવી બેસતા તો ત્રણ વખત અલ્લાહ પાસે માફી માંગતા અને આ દુઆ પઢતા: «અલ્લાહુમ્મ અન્તસ્ સલામ, વમિન્ કસ્ સલામ, તબારક્ત યા ઝલ્ ઝલાલી વલ્ ઇક્રામ», (અર્થ: હે અલ્લાહ ! તું જ સલામતી વાળો છે, અને તારા જ તરફથી સલામતી મળે છે, તું અત્યંત બરકત વાળો છે, હે મહાન અને સન્માન વાળા) વલીદે કહ્યું: મેં ઔઝાઇથી પૂછ્યું કે ઇસ્તિગ્ફાર કઈ રીતે? તેમણે કહ્યું: તમે ફક્ત આટલું જ કહો: અસ્તગ્ફિરુલ્લાહ, અસ્તગ્ફિરુલ્લાહ.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

જ્યારે નબી ﷺ નમાઝ પુરી કરતા તો ત્રણ વખત અસ્તગ્ફિરુલ્લાહ (હે અલ્લાહ ! હું તારી પાસે માફી માંગુ છું), અસ્તગ્ફિરુલ્લાહ (હે અલ્લાહ ! હું તારી પાસે માફી માંગુ છું), અસ્તગ્ફિરુલ્લાહ (હે અલ્લાહ ! હું તારી પાસે માફી માંગુ છું), કહેતા. પછી પોતાના પાલનહારની મહાનતા વર્ણન કરી કહેતા: "અલ્લાહુમ્મ અન્તસ્ સલામ, વમિન્ કસ્ સલામ, તબારક્ત યા ઝલ્ ઝલાલી વલ્ ઇક્રામ" (અર્થ: હે અલ્લાહ ! તું જ સલામતી વાળો છે, અને તારા જ તરફથી સલામતી મળે છે, તું અત્યંત બરકત વાળો છે, હે મહાન અને સન્માન વાળા) અલ્લાહ તઆલા પોતાના ગુણોમાં સંપૂર્ણ પવિત્ર છે, દરેક પ્રકારની ખામીથી પાક છે, અલ્લાહ પાસે જ દુનિયા અને આખિરતની બુરાઈઓની સુરક્ષા માંગવામાં આવશે, બંને જહાનમાં અલ્લાહની ઘણી કૃપાપ છે, તે ઘણો મહાન અને દયાળુ છે.

فوائد الحديث

દરેક નમાઝ પછી ઇસ્તિગ્ફાર કરવો અને હંમેશા અલ્લાહ પાસે માફી માંગતુ રહેવું સારું કાર્ય છે.

ઈબાદત કરતી વખતે થયેલી ખામીઓ અને ભૂલોને પૂરી કરવા માટે અલ્લાહ પાસે માફી માંગવી જાઈઝ છે

.

التصنيفات

નમાઝના ઝિકર, નમાઝના ઝિકર