?જે વ્યક્તિ ફક્ત અલ્લાહના કાલિમાને ફેલાવવા માટે (અર્થાત્ ઇસ્લામની ઉન્નતિ માટે) યુદ્ધ કરે છે, તે જ અલ્લાહના…

?જે વ્યક્તિ ફક્ત અલ્લાહના કાલિમાને ફેલાવવા માટે (અર્થાત્ ઇસ્લામની ઉન્નતિ માટે) યુદ્ધ કરે છે, તે જ અલ્લાહના માર્ગમાં યુદ્ધ કરનારો છે

અબૂ મૂસા રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) ને સવાલ કરવામાં આવ્યો કે એક વ્યક્તિ પોતાની બહાદુરીના પ્રદર્શન માટે યુદ્ધ કરે છે, એક વ્યક્તિ ફક્ત કોમની મદદ માટે યુદ્ધ કરે છે, અને એક વ્યક્તિ ફક્ત દેખાડો કરવાં માટે યુદ્ધ કરે છે, તો તેમાંથી કયો વ્યક્તિ અલ્લાહના માર્ગમાં યુદ્ધ કરનારો છે? નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «જે વ્યક્તિ ફક્ત અલ્લાહના કાલિમાને ફેલાવવા માટે (અર્થાત્ ઇસ્લામની ઉન્નતિ માટે) યુદ્ધ કરે છે, તે જ અલ્લાહના માર્ગમાં યુદ્ધ કરનારો છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) ને અલગ અલગ હેતુઓ માટે યુદ્ધ કરનાર લોકો વિષે સવાલ કારવમાં આવ્યો; એક વ્યક્તિ ફક્ત બહાદુરી દેખાડવા માટે લડે છે, અથવા એક વ્યક્તિ ફક્ત કોમની મદદ કરવા માટે લડે છે, અથવા એક વ્યક્તિ ફક્ત લોકોમાં પોતાના સ્થાનનો દેખાડો કરવા માટે લડે છે, જેવા કારણો, તેમાંથી કોણ અલ્લાહના માર્ગમાં જિહાદ (યુદ્ધ) કરવાવાળો છે? તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ જણાવ્યું કે અલ્લાહના માર્ગમાં યુદ્ધ કરનારો વ્યક્તિ તે છે જે ફક્ત અલ્લાહના કાલિમાને ફેલાવવા (અર્થાત્ ઇસ્લામની ઉન્નતિ) માટે યુદ્ધ કરે છે.

فوائد الحديث

વાસ્તવમાં કાર્યોની પ્રામાણિકતા અને ખરાબ હોવાનો આધાર ફક્ત નિયત અને કાર્યોમાં નિખાલસતાના કારણે હોય છે.

બસ જેનો જિહાદ (યુદ્ધ) કરવાનો હેતુ અલ્લાહના કાલિમાને ફેલાવવાની સાથે સાથે કોઈ યોગ્ય હેતુ પણ હોય, જેમકે યુદ્ધ પછી ગનીમતનો માલ પ્રાપ્ત કરવો, તો તેની અસલ નિયતને કોઈ નુકસાન નહીં પહોંચે.

શહેરો અને તેની પવિત્રતા માટે દુશ્મનોનો સામનો કરવો, તે પણ અલ્લાહના માર્ગમાં યુદ્ધ કરવા જેવુ જ છે.

યોદ્ધાઓ માટે જે મહત્ત્વતા વર્ણન કરવામાં આવી છે, તે એ લોકો માટે છે, જેઓ ફક્ત અલ્લાહના કાલિમાને ફેલાવવા માટે યુદ્ધ કરતાં હોય છે.

التصنيفات

જિહાદ કરવા માટેના આદાબ