પોતાની સફો સીધી કરો, કારણકે સફો સીધી કરવી તે નમાઝને પૂર્ણ કરનારી બાબતો માંથી છે

પોતાની સફો સીધી કરો, કારણકે સફો સીધી કરવી તે નમાઝને પૂર્ણ કરનારી બાબતો માંથી છે

અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «પોતાની સફો સીધી કરો, કારણકે સફો સીધી કરવી તે નમાઝને પૂર્ણ કરનારી બાબતો માંથી છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ મુસલ્લીઓને આદેશ આપી રહ્યા છે કે તેઓ સફો સીધી કરે, કોઈ પણ વ્યક્તિ સફમાં ન તો આગળ જાય ન પાછળ, અને સફો સીધી કરવી એ નમાઝને પૂર્ણ કરનારી બાબતો માંથી છે, અને સફો સીધી ન કરવી એ નમાઝમાં ખલલ અને ખામી છે.

فوائد الحديث

માનવીએ તે દરેક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જે નમાઝને પૂર્ણ કરે અને તેને દરેક પ્રકારની ખામીઓથી દૂર રાખે.

આ હદીષમાં શિક્ષા રૂપે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) ની સંપૂર્ણ હિકમત અને શાળપણ જોવા મળે છે તેમણે આદેશની સાથે સાથે તેનું કારણ પણ વર્ણન કર્યું, જેથી શરીઅતની હિકમત સ્પસ્ટ થઈ જાય, અને માનવીના દિલમાં તેનું અનુસરણ કરવાનો ઉત્સાહ ઉત્પન થાય.

التصنيفات

ઇમામ અને નમાઝ પઢનાર મુક્તદીના આદેશો, મસ્જિદ માટે કેટલાક આદેશો