જે વ્યક્તિએ કોઈને હિદાયતના માર્ગની દઅવત આપી, તો તેને પણ તે હિદાયતનું અનુસરણ કરનાર બરાબર સવાબ આપવામાં આવશે, અને…

જે વ્યક્તિએ કોઈને હિદાયતના માર્ગની દઅવત આપી, તો તેને પણ તે હિદાયતનું અનુસરણ કરનાર બરાબર સવાબ આપવામાં આવશે, અને તેના સવાબમાં કંઈ પણ કમી કરવામાં નહીં આવે

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «જે વ્યક્તિએ કોઈને હિદાયતના માર્ગની દઅવત આપી, તો તેને પણ તે હિદાયતનું અનુસરણ કરનાર બરાબર સવાબ આપવામાં આવશે, અને તેના સવાબમાં કંઈ પણ કમી કરવામાં નહીં આવે, અને જેણે કોઈને ગુનાહની દઅવત આપી, તો તેના પર પણ તે ગુનાહ કરનારના ગુનાહનો ભાર હશે, અને તેના ગુનાહમાં સહેજ પણ કમી કરવામાં નહીં આવે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે જે વ્યક્તિ પોતાની વાતો અને કાર્યો વડે અન્યને તે માર્ગનું માર્ગદર્શન આપે જેમાં સત્યતા અને ભલાઈ હોય, તો તેને પણ તેના અનુસરણ કરનાર બરાબર સવાબ આપવામાં આવશે, અને અનુસરણ કરનારાના સવાબમાં સહેજ પણ કમી કર્યા વગર. અને જે વ્યક્તિ કોઇને એવા માર્ગ તરફ દોરે, જેમાં ગુનાહ થતો હોય અથવા કોઈ એવું કાર્ય અને વાત હોય જે જાઈઝ નથી, તો તેના પર પણ તે લોકના ગુનાહ બરાબર જ ગુનાહનો ભાર હશે, અને અનુસરણ કરનારાના ગુનાહમાં સહેજ પણ કમી કે ઘટાડો કરવામાં નહીં આવે.

فوائد الحديث

હિદાયતના માર્ગ તરફ માર્ગદર્શન આપવાની મહત્ત્વતા, ભલેને તે વધારે હોય કે ઓછું, અને દઅવત આપનારને પણ અમલ કરનાર બરાબર સવાબ આપવામાં આવશે, આ અલ્લાહની મહાન કૃપા અને શ્રેષ્ઠ રહમ માંથી છે.

ગુનાહના કામ તરફ માર્ગદર્શન આપવાની ભયાનકતા, ભલેને તે ઓછું હોય કે વધારે, અને દઅવત આપનાર ઉપર પણ ગુનાહ જેટલો જ ભાર હશે જેટલો ગુનાહ કરનાર પર હશે.

અલ્લાહ પોતાના બંદાઓને બદલો તે પ્રમાણે જ આપે છે જેવો તે અમલ કરે છે, બસ જે ભલાઈ તરફ માર્ગદર્શન આપશે તો તેને અનુસરણ કરનાર બરાબર જ સવાબ મળશે, અને જે ગુનાહના કામ તરફ માર્ગદર્શન આપશે તો તેના પર પણ ગુનાહનો એટલો જ ભાર હશે જેટલો ગુનાહ કરનાર પર હશે.

એક મુસલમાન માટે જરૂરી છે કે તે જાહેરમાં ગુનાહ કરવાથી બચે એ સ્થિતિમાં કે લોકો તેનું અનુસરણ કરતાં હોય, અને જે તેને જોઈ કોઈ ગુનાહનું કામ કરશે તો તેને પણ એટલોજ ગુનાહ કર્યો ભલેને તે કોઈને તેની તરફ માર્ગદર્શન પણ ન આપતો હોય.

التصنيفات

બિદઅત