જે વ્યક્તિ એવી સ્થિતિમાં મૃત્યુ પામે કે તે અલ્લાહ સાથે અન્યને ભાગીદાર ઠહેરાવતો હશે તો તે વ્યક્તિ જહન્નમમાં જશે

જે વ્યક્તિ એવી સ્થિતિમાં મૃત્યુ પામે કે તે અલ્લાહ સાથે અન્યને ભાગીદાર ઠહેરાવતો હશે તો તે વ્યક્તિ જહન્નમમાં જશે

અબ્દુલ્લાહ બિન મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: નબી ﷺ એ એક વાક્ય કહ્યું અને મેં એક વાક્ય કહ્યું, નબી ﷺ એ જે વાક્ય કહ્યું: તે અ હતું «જે વ્યક્તિ એવી સ્થિતિમાં મૃત્યુ પામે કે તે અલ્લાહ સાથે અન્યને ભાગીદાર ઠહેરાવતો હશે તો તે વ્યક્તિ જહન્નમમાં જશે», અને મેં કહ્યું: જે વ્યક્તિ એવી સ્થિતિમાં મૃત્યુ પામશે કે તે અલ્લાહ સાથે કોઈને ભાગીદાર નહીં ઠહેરાવતો હોયતો તે જન્નતમાં જશે.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

આ હદીષમાં નબી ﷺ આપણને જણાવી રહ્યા છે કે જે વ્યક્તિ એવી બાબતોમાં જે ફક્ત અલ્લાહ માટે જ હોવી જોઈએ તેમાં અન્યને ભાગીદાર સમજે, જેવું કે અલ્લાહને છોડીને અન્ય પાસે દુઆ કરવી, મદદ માંગવી વગેરે, અને તે જો આ સ્થિતિ પર જ મૃત્યુ પામશે તો તે જહન્નમી લોકો માંથી હશે. અને અબ્દુલ્લાહ ઈબ્ને મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ એ વધારો કર્યો કે જે વ્યક્તિ એવી સ્થિતિમાં મૃત્યુ પામશે કે તેણે અલ્લાહ સાથે કોઈને ભાગીદાર ઠેહરાવ્યો નહીં હોય તો તે જન્નત દાખલ થશે.

فوائد الحديث

દુઆ એક પ્રકારની ઈબાદત છે, અલ્લાહ સિવાય કોઈની પાસે કરવામાં ન આવે.

તૌહીદની મહત્ત્વતા, કે જે તૌહીદ પર મૃત્યુ પામશે તો તે જન્નતમાં દાખલ થશે, ભલેને તેને કેટલાક ગુનાહની સજા આપવામાં આવી હોય.

શિર્કની ભયાનકતા, એ કે જે વ્યક્તિ શિર્કની સ્થિતિમાં મૃત્યુ પામશે તો તે જહન્નમમાં દાખલ થશે.

التصنيفات

તૌહીદે ઉલુહિયત