હવે તમે અમારી સાથે કઈ વાતે બૈઅત (પ્રતિજ્ઞા) કરવા ઈચ્છો છો? નબી ﷺએ કહ્યું: «તે વાત પર કે તમે ફક્ત એક અલ્લાહની ઈબાદત…

હવે તમે અમારી સાથે કઈ વાતે બૈઅત (પ્રતિજ્ઞા) કરવા ઈચ્છો છો? નબી ﷺએ કહ્યું: «તે વાત પર કે તમે ફક્ત એક અલ્લાહની ઈબાદત કરશો અને તેની સાથે કોઈને ભાગીદાર નહીં કરો, પાંચ વખતની નમાઝ પઢશો, અને અલ્લાહનું અનુસરણ કરશો, -ફરી એક વાક્ય ધીમા અવાજે કહ્યું- તમે કોઈની પાસે સવાલ નહીં કરો

અબૂ મુસ્લિમ ખોલાની રિવાયત કરે છે, તેઓએ કહ્યું: અમને હબીબ અલ્ અમીને વર્ણન કર્યું, જેઓ મારી નજીક પ્રિય છે અને અમાનતદાર (નિષ્ઠાવાન) પણ છે, ઓફ બિન માલિક અશજઇ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: અમે નવ, આઠ અથવા સાત લોકો નબી ﷺ સાથે બેઠા હતા, નબી ﷺએ કહ્યું: «શું તમે બધા અલ્લાહના રસૂલ ﷺના હાથ પર બૈઅત (પ્રતિજ્ઞા) કરો છો?» જો કે અમે તે જ દિવસોમાં નબી ﷺ હાથ પર બૈઅત કરી હતી, અમે કહ્યું: હે અલ્લાહના રસૂલ ! અમે તમારા હાથ પર બૈઅત (વફાદારીની પ્રતિજ્ઞા) કરી ચુક્યા છે, «શું તમે બધા અલ્લાહના રસૂલ ﷺ ના હાથ પર બૈઅત (પ્રતિજ્ઞા) કરો છો?» અમે હાથ ફેલાવી દીધા અને કહ્યું: હે અલ્લાહના રસૂલ ! અમે તમારા હાથ પર બૈઅત કરી ચુક્યા છે, હવે તમે અમારી સાથે કઈ વાતે બૈઅત (પ્રતિજ્ઞા) કરવા ઈચ્છો છો? નબી ﷺએ કહ્યું: «તે વાત પર કે તમે ફક્ત એક અલ્લાહની ઈબાદત કરશો અને તેની સાથે કોઈને ભાગીદાર નહીં કરો, પાંચ વખતની નમાઝ પઢશો, અને અલ્લાહનું અનુસરણ કરશો, -ફરી એક વાક્ય ધીમા અવાજે કહ્યું- તમે કોઈની પાસે સવાલ નહીં કરો», રિવાયત કરનાર કહે છે કે ત્યારબાદ મેં જોયું, કે કેટલાક સહાબી તેમનું ચાબુક સવારી પરથી નીચે પડી જતું, પરંતુ તેઓ કોઈને ચાબુક આપવા વિષે ક્યારેય ન કહેતા.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

નબી ﷺએ કેટલાક સહાબાઓમાંથી કેટલાકને બોલાવ્યા અને ત્રણ વખત કહ્યું કે તેઓ કેટલીક જરૂરી વાતો પર બૈઅત કરે અને પ્રતિજ્ઞા લે: પહેલું: એક અલ્લાહની ઈબાદત એવી રીતે કરવી કે તેના આદેશોનું પાલન કરવામાં આવે અને તેણે પ્રતિબંધિત કરેલ કાર્યોથી બચવામાં આવે, અને તેની સાથે કોઈને ભાગીદાર ઠેહરાવવામાં ન આવે. બીજું: દિવસ અને રાતમાં પાંચ વખતની ફર્ઝ નમાઝ પઢવી. ત્રીજું: મુસલમાન હોદ્દેદારોનું ભલાઈના કામોમાં અનુસરણ કરવું અને તેમની વાત સાંભળવી. ચોથું: દરેક જરૂરત અલ્લાહ પાસે માંગવી અને લોકો સામે સવાલ કરવાથી અર્થાત્ હાથ ફેલાવવાથી બચવું, અને આ વાક્ય નબી ﷺએ ધીમા અવાજે કહ્યું. સહાબા રઝી અલ્લાહુ અન્હુમએ આ જ પ્રમાણે કર્યું, જેની બૈઅત (પ્રતિજ્ઞા) નબી ﷺના હાથ પર કરી હતી, અહીં સુધી કે રિવાયત કરનાર કહે છે કે મેં તે સહાબામાંથી કેટલાકને જોયા કે જો તેમનું ચાબુક સવારી પરથી નીચે પડી જતું તો કોઈને કદાપિ ન કહેતા કે તે ચાબુક તેમના હાથમાં થમાવી આપો, પરંતુ તેઓ પોતે નીચે ઉતરી લઈ લેતા.

فوائد الحديث

આ હદીષમાં લોકો પાસે સવાલ કરવાથી બચવા માટેનું પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, અને તે દરેક વસ્તુથી બચવાનો આદેશ આપ્યો છે જેને સવાલ પૂછવા કે માંગણી કરવાનું કહેવામાં આવે છે, ભલેને તે નાનું કાર્ય પણ કેમ ન હોય.

જે બાબતે સવાલ કરવાથી રોક્યા છે અર્થાત્ માંગણી કરવાથી, આ રોક દુનિયાના કામો બાબતે છે, શિક્ષા અને દીન પ્રત્યે સવાલ કરવા પર રોક નથી લગાવી.

التصنيفات

તૌહીદે ઉલુહિયત