હે બાળક ! હું તને કેટલીક વાતો શીખવાડવા ઈચ્છું છું, તું અલ્લાહ (ના આદેશ અને પ્રતિબંધો) ની રક્ષા કરો, અલ્લાહ તમારી…

હે બાળક ! હું તને કેટલીક વાતો શીખવાડવા ઈચ્છું છું, તું અલ્લાહ (ના આદેશ અને પ્રતિબંધો) ની રક્ષા કરો, અલ્લાહ તમારી રક્ષા કરશે, અલ્લાહ (ના આદેશો અને પ્રતિબંધો) ની રક્ષા કરો, તો તમે તેને પોતાની સામે જોશો, જ્યારે તમે કોઈ વસ્તુ માંગો તો ફક્ત અલ્લાહ પાસે જ માંગો, જ્યારે તમને મદદની જરૂર હોય તો ફક્ત અલ્લાહ પાસે જ મદદ માંગ

ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓ કહે છે: એક વાર હું આપ ﷺ પાછળ સવારી પર બેઠો હતો, આપ ﷺ એ કહ્યું: « હે બાળક ! હું તને કેટલીક વાતો શીખવાડવા ઈચ્છું છું, તું અલ્લાહ (ના આદેશ અને પ્રતિબંધો) ની રક્ષા કરો, અલ્લાહ તમારી રક્ષા કરશે, અલ્લાહ (ના આદેશો અને પ્રતિબંધો) ની રક્ષા કરો, તો તમે તેને પોતાની સામે જોશો, જ્યારે તમે કોઈ વસ્તુ માંગો તો ફક્ત અલ્લાહ પાસે જ માંગો, જ્યારે તમને મદદની જરૂર હોય તો ફક્ત અલ્લાહ પાસે જ મદદ માંગ, અને એક વાત સારી રીતે જાણી લો કે દરેક લોકો ભેગા થઈ તને કોઈ ફાયદો પહોંચાડવા માંગે તો તેઓ તને એના કરતાં વધારે ફાયદો પહોંચાડી શકતા નથી, જેટલો અલ્લાહ એ તારા માટે લખી દીધો છે, અને જો તે લોકો તને નુકસાન પહોંચાડવા માટે ભેગા થઈ જાય તો તેઓ તને એટલું જ નુકસાન પહોંચાડી શકે છે, જેટલું નુકસાન અલ્લાહએ તારા માટે લખી દીધું હોય, કલમ ઉઠાવી લેવામાં આવી અને સહિફા (પુસ્તકો) સુકાઈ ગયા».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે]

الشرح

ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા જણાવી રહ્યા છે કે જ્યારે હું નાનો હતો અને આપ ﷺ પાછળ સવારી પર બેઠો હતો, આપ ﷺ એ કહ્યું: હું તમને કેટલીક વાતો શીખવાડી રહ્યો છું, જેનાથી અલ્લાહ તમને ફાયદો પહોંચાડશે: તમેં અલ્લાહના આદેશની રક્ષા કરી અને તેને પ્રતિબંધ કરેલા કાર્યોથી દૂર રહી એવી રીતે અલ્લાહની રક્ષા કરો તે તેમણે નેકી અને અલ્લાહની નિકટતા પ્રાપ્ત કરવાના કામોની તૌફીક આપે, અને અવજ્ઞા અને ગુનાહોથી સુરક્ષિત રાખે, જો તમે આમ કરશો તો અલ્લાહ દુનિયા અને આખિરતની અપ્રિય વસ્તુઓથી તમારી સુરક્ષા કરશે, અને તમે જ્યાં કઈ પણ જશો અલ્લાહ તમારી મદદ કરશે. જ્યારે તને કોઈ વસ્તુની ઈચ્છા થાય તો અલ્લાહ સિવાય કોઈની પાસે ન માંગ, એટલા માટે કે તે એકલો જ માગવાવાળાની મુરાદ પુરી કરે છે. જો તમે મદદ માંગવા ઇચ્છતા હોવ તો ફક્ત અલ્લાહ પાસે જ મદદ માગો. અને તું આ વાત યકીન કરી લે કે જમીન પરના દરેક લોકો ભેગા થઈ તને ફાયદો પહોંચાડવાનો ઈરાદો કરે તો તે લોકો તને એટલો જ ફાયદો પહોંચાડી શકે છે, જેટલો તારા માટે અલ્લાહએ લખી લીધો છે અને દરેક લોકો ભેગા થઈ તને નુકસાન પહોંચાડવા માગે તો તને એટલું જ નુકસાન પહોંચાડી શકે છે, જેટલું નુકસાન તારા હકમાં અલ્લાહ તઆલાએ લખી દીધું છે. અને એ કે આ બાબત અલ્લાહ સર્વશક્તિમાન દ્વારા નક્કી કરવામાં આવી છે અને તેની હિકમત અને જ્ઞાનની આવશ્યકતા અનુસાર નક્કી કરવામાં આવી છે, અને અલ્લાહ એ જે નક્કી કર્યું છે તેમાં કોઈ ફેરફાર કરવો શક્ય નથી.

فوائد الحديث

નાના બાળકને દીન બાબતે શિક્ષા આપવાની મહત્ત્વતા, જેવું કે તૌહીદની શિક્ષા, ઇસ્લામી આદાબની શિક્ષા વગેરે.

અલ્લાહ પોતાના બંદાઓને બદલો તે પ્રમાણે જ આપે છે જેવો તે અમલ કરે છે.

ફક્ત અલ્લાહ પર જ ભરોસો કરવાની શિક્ષા આપવી જોઈએ અને તેના સિવાય કોઈના પર ભરોસો કરવામાં ન આવે, અને તે ઉત્તમ કારસાજ છે.

અલ્લાહના નિર્ણય તથા તકદીર પર ઈમાન અને તેનાથી ખુશ રહેવું અને તે વાતનો ઉલ્લેખ કે અલ્લાહ તઆલા એ દરેક વસ્તુનો નિર્ણય પહેલાથી જ કરી લીધો છે.

જે અલ્લાહના આદેશોને વ્યર્થ કરશે તો અલ્લાહ પણ તેને વ્યર્થ કરશે, અને તે તેની રક્ષા નહીં કરે.

التصنيفات

તકદીર અને ભાગ્યના દરજ્જાઓ