إعدادات العرض
અલ્લાહુમ્મ ઇન્ની અઊઝુબિક મિન્ ગલબતિત્ દૈનિ, વ ગલબતિલ્ અદુવ્વિ, વશિમાતતિલ્ અઅદાઅ" હે અલ્લાહ ! હું દેવામાં ફસાઈ…
અલ્લાહુમ્મ ઇન્ની અઊઝુબિક મિન્ ગલબતિત્ દૈનિ, વ ગલબતિલ્ અદુવ્વિ, વશિમાતતિલ્ અઅદાઅ" હે અલ્લાહ ! હું દેવામાં ફસાઈ જવાથી, દુશ્મનના મારા પર હાવી થવાથી તેમજ દુશ્મનોના મારા પર હસવાથી તારી પનાહ માંગુ છું
અબ્દુલ્લાહ બિન અમ્ર બિન આસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આ શબ્દો વડે દુઆ કરતા હતા: «અલ્લાહુમ્મ ઇન્ની અઊઝુબિક મિન્ ગલબતિત્ દૈનિ, વ ગલબતિલ્ અદુવ્વિ, વશિમાતતિલ્ અઅદાઅ" હે અલ્લાહ ! હું દેવામાં ફસાઈ જવાથી, દુશ્મનના મારા પર હાવી થવાથી તેમજ દુશ્મનોના મારા પર હસવાથી તારી પનાહ માંગુ છું».
الترجمة
العربية বাংলা Bosanski English Español فارسی Français Bahasa Indonesia Русский Tagalog Türkçe اردو 中文 हिन्दी Tiếng Việt Hausa Kurdî Português සිංහල Nederlands অসমীয়া Kiswahili پښتو አማርኛ ไทย Oromoo Românăالشرح
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ નીચે વર્ણવેલ વસ્તુઓથી અલ્લાહની પનાહ માંગી છે: પહેલી: "અલ્લાહુમ્મ ઇન્ની અઊઝુ" (હે અલ્લાહ ! હું પનાહ માંગુ છું) તારા શરણમાં આવું છું અને તારી પનાહમાં આવું છું, "બિક" તારા સિવાય કોઈની પાસે હું આશરો માંગતો નથી, "મિન્ ગલબતિત્ દીનિ" (દેવામાં ફસાઈ જવાથી) તેની તકલીફમાં અને મુસીબતમાં, અને હું દેવું અદા કરવા માટે તારી મદદનો સવાલ કરું છું. બીજી: વ ગલબતિલ્ અદુવ્વિ" (દુશ્મનોના મારા પર હાવી થઈ જવાથી) તેમનો જોર, જુલમ કરવાથી, અને હું દુશ્મનના નુકસાનથી દૂરીનો સવાલ કરું છું, તેમજ તેના વિરુદ્ધ તારી પાસે મદદ માંગુ કરું છું. ત્રીજી: "વશમાતતિલ્ અઅદાઅ" (દુશ્મનોના મારા પર હસવાથી) મુસલમાનો પર આવનારી મુસીબત અને આફત પર તેમના ખુશ થવાથી હું તારી પનાહમાં આવું છું.فوائد الحديث
તે દરેક વસ્તુથી અલ્લાહની પનાહ માંગવી જોઈએ, જે આપણને તેના અનુસરણથી દૂર કરતી હોય, તેમજ દુઃખ અને ચિંતાનું કારણ બનતી હોય, જેમ કે દેવું, વગેરે.
દેવું લેવામાં કોઈ વાંધો નથી, પરંતુ વાંધો ત્યારે થશે, જ્યારે તે દેવું ચૂકવી ન શકે, અને આ જ દેવાને હાવી થવું છે.
માનવીએ એવા કામોથી બચવું જોઈએ, જેના કારણે તેના પર આરોપ લગાવવામાં આવે, તેમજ તેને ખરાબ વ્યક્તિ કહેવામાં આવે.
મોમિનો સાથે કાફિરોની નફરત, ખાસ કરીને જ્યારે મોમિનો પર આપત્તિ અને મુસીબત આવે તો તેમનું હસવું.
માનવી પર જ્યારે મુસીબત આવે ત્યારે તેના દુશ્મનોનું હસવું માનવીની તકલીફમાં વધારો કરે છે.
التصنيفات
પ્રખ્યાત દુઆઓ