કસમ છે તે ઝાતની જેના હાથમાં મુહમ્મદ ﷺ ના પ્રાણ છે, હોઝના વાસણોની સંખ્યા આકાશમાં અંધારી રાતમાં સાફ વાદળમાં દેખાતા…

કસમ છે તે ઝાતની જેના હાથમાં મુહમ્મદ ﷺ ના પ્રાણ છે, હોઝના વાસણોની સંખ્યા આકાશમાં અંધારી રાતમાં સાફ વાદળમાં દેખાતા તારાઓ જેટલી હશે

અબૂ ઝર રઝી અલ્લાહુ અન્હુ એ કહ્યું: મેં પૂછ્યું : હે અલ્લાહના રસૂલ ! હોઝના વાસણો કેવા હશે? આપ ﷺ એ કહ્યું: «કસમ છે તે ઝાતની જેના હાથમાં મુહમ્મદ ﷺ ના પ્રાણ છે, હોઝના વાસણોની સંખ્યા આકાશમાં અંધારી રાતમાં સાફ વાદળમાં દેખાતા તારાઓ જેટલી હશે, તે જન્નતના વાસણ છે, જે વ્યક્તિ તેમાંથી એકવાર પી લેશે પછી ક્યારેય તરસ્યો નહીં થાય, તે હોઝમાં જન્નતના બે જળ પ્રવાહ વહે છે, જે તેમાંથી પીશે તે ક્યારેય તરસ્યો નહીં થાય, તેની પહોળાઈ તેની લંબાઈ બરાબર છે, જેટલું અંતર અમ્માનથી ઇલા સુધીનું છે, તેનું પાણી દૂધ કરતા પણ વધારે સફેદ હશે, અને મધ કરતા પણ વધુ મીઠું હશે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આપ ﷺ એ કસમ ખાઈને જણાવ્યું કે કયામતના દિવસે તેમના હોઝના જે વાસણો હશે તે સંખ્યા આકાશના તારાઓ કરતાં પણ વધુ હશે, તે અંધારી રાતમાં જેમાં ચંદ્ર જાહેર ન થયો હોય કારણકે ચાંદની રાત્રીમાં સ્પષ્ટરૂપે તારાઓ નજર નથી આવતા, ચાંદના પ્રકાશમાં તારાઓ છુપાઈ જાય છે, અને તે રાત્રી જેમાં વાદળો ન હોય, કારણકે જે રાત્રીમાં વાદળો આવી જાય તેમાં તારાઓ દેખાતા નથી, અને એ કે જન્નતના વાસણો, જે માંથી કોઈ એકવાર પાણી પી લેશે તેને ક્યારેય તરસ્યો નહીં નહીં થાય, અને તે તરસ્યા માટે છેલ્લું પાણી હશે, નબી ﷺના હોઝમાં જન્નતના બે જળ પ્રવાહ વહે છે અને તેની પહોળાઈ તેની લંબાઈ બંને સરખી છે; તે હોઝના ચારે ખૂણાઓ સરખા છે, અને તેની લંબાઈ "અમ્માન" જે શામ (સિરીયા) શહેરના "બલકાઅ" નામના શહેરમાં એક જગ્યા છે, અને "ઇલા" તે શામના બહારનું એક વિખ્યાત શહેર છે, તે બંનેના અંતર બરાબર તે હોઝની લંબાઈ અને પહોળાઈ છે, અને તે હોઝનું પાણી દૂધ કરતાં પણ વધુ સફેદ અને તેનો સ્વાદ માંડ કરતાં પણ વધુ મીઠો હશે.

فوائد الحديث

હોઝઅને તેમાં રહેલી અલગ અલગ પ્રકારની નેઅમતોની પુષ્ટિ.

હોઝની મહાનતા, તેની લંબાઈ, તેની પહોળાઈ અને તેના વાસણોની અગણિત સંખ્યા.

التصنيفات

આખિરતના દિવસ પર ઈમાન