?શું તમારા માંથી કોઈ ઈચ્છે છે કે જ્યારે તે ઘર તરફ પાછો ફરે તો પોતાના માટે ત્રણ ગર્ભવતી ઊંટણીઓ જે અત્યંત મોટી અને…

?શું તમારા માંથી કોઈ ઈચ્છે છે કે જ્યારે તે ઘર તરફ પાછો ફરે તો પોતાના માટે ત્રણ ગર્ભવતી ઊંટણીઓ જે અત્યંત મોટી અને જાડી હોય મેળવી લે?

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું કે નબી ﷺ એ કહ્યું: «શું તમારા માંથી કોઈ ઈચ્છે છે કે જ્યારે તે ઘર તરફ પાછો ફરે તો પોતાના માટે ત્રણ ગર્ભવતી ઊંટણીઓ જે અત્યંત મોટી અને જાડી હોય મેળવી લે?» અમે કહ્યું: હા, આપ ﷺ એ કહ્યું: «કોઈ વ્યક્તિ ફક્ત ત્રણ આયતો નમાઝમાં પઢે છે, તો તે ત્રણ ગર્ભવતી જાડી ઊંટણીઓ કરતા શ્રેષ્ઠ અને ઉત્તમ છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આપ ﷺ એ નમાઝમાં કુરઆન મજીદની ત્રણ આયતો પઢવાનો સવાબ જણાવ્યો; જે પોતાના ઘર પર ત્રણ મોટી ગર્ભવતી ઊંટણીઓ કરતા પણ શ્રેષ્ઠ છે.

فوائد الحديث

નમાઝમાં કુરઆન મજીદની તિલાવત કરવાની મહત્ત્વતા.

સત્કાર્યો દુનિયાની નષ્ટ વસ્તુઓ કરતાં ઉત્તમ છે.

આ કુરઆન પઢવાની મહત્ત્વતા છે, ત્રણ આયતની કોઈ કેદ નથી; નમાઝમાં નમાઝ પઢવાવાળો જેટલી આયતોની તિલાવત કરશે એટલી જ સવાબમાં ગર્ભવતી ઊંટણીઓની સંખ્યા વધતી જશે.

التصنيفات

કુરઆન મજીદની મહ્ત્વતા, કુરઆન મજીદની મહ્ત્વતા