?કુરઆન પઢવાવાળાને કહેવામાં આવશે: પઢતા જાઓ અને આગળ વધતા જાઓ અને સારી રીતે રુકી રુકીને તિલાવત કરો, જેવું કે તમે…

?કુરઆન પઢવાવાળાને કહેવામાં આવશે: પઢતા જાઓ અને આગળ વધતા જાઓ અને સારી રીતે રુકી રુકીને તિલાવત કરો, જેવું કે તમે દુનિયામાં સારી રીતે રુકી રુકીને પઢતા હતા, તમારી છેલ્લી મંજિલ તે રહેશે, જ્યાં તમે કુરઆન મજીદની છેલ્લી આયત પઢીને રૂકશો

અબ્દુલ્લાહ બિન અમ્ર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી ﷺ એ કહ્યું: «કુરઆન પઢવાવાળાને કહેવામાં આવશે: પઢતા જાઓ અને આગળ વધતા જાઓ અને સારી રીતે રુકી રુકીને તિલાવત કરો, જેવું કે તમે દુનિયામાં સારી રીતે રુકી રુકીને પઢતા હતા, તમારી છેલ્લી મંજિલ તે રહેશે, જ્યાં તમે કુરઆન મજીદની છેલ્લી આયત પઢીને રૂકશો».

[હસન] [આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આપ ﷺ કુરઆનની તિલાવત કરનારને, તેના પર અમલ કરવાવાળાને, તેને હિફઝ અને તિલાવત કરવામાં કાયમ રહેનારને જ્યારે તે જન્નતમાં દાખલ થશે તો તેના માટે જણાવ્યું કે તેને કહેવામાં આવશે કે કુરઆન પઢતો રહે, અને જન્નતના દરજ્જા પર ચઢતો રહે, અને કુરઆન સારી રીતે રુકી રુકીને પઢજે જે પ્રમાણે દુનિયામાં તું તિલાવત કરતો હતો, ઉત્તમ અને સારી રીતે, શાંતિપૂર્વક અને જ્યાં તારી છેલ્લી આયત હશે તે જ તારી છેલ્લી મંજિલ હશે.

فوائد الحديث

અમલનો બદલો અમલની સ્થિતિ અને નિયત પ્રમાણે આપવામાં આવે છે.

કુરઆન મજીદ તેની તિલાવત કરવા તેમજ તેના પર અમલ કરવા પર, તેને યાદ કરવા અને તેમાં ચિંતન મનન કરવા અને ધ્યાન દોરવવા પર પ્રોત્સાહિત કર્યા છે.

જન્નતમાં ઘણી મંજિલો અને દરજ્જા છે, કુરઆનની (તિલાવત કરનાર, અમલ કરનાર, યાદ કરવાવાળા) માટે ઉંચા દરજ્જા હશે.

التصنيفات

કુરઆન તરફ આકર્ષિત કરવાની મહત્ત્વતાઓ, કુરઆન મજીદની મહ્ત્વતા