ઊંચા અવાજે કુરઆનની તિલાવત કરનાર એવો છે, જેવું કે ઉંચા અવાજે સદકો કરવાવાળો અને ધીમા અવાજે કુરઆનની તિલાવત કરનાર એવો…

ઊંચા અવાજે કુરઆનની તિલાવત કરનાર એવો છે, જેવું કે ઉંચા અવાજે સદકો કરવાવાળો અને ધીમા અવાજે કુરઆનની તિલાવત કરનાર એવો છે જેવું કે છુપી રીતે સદકો કરનાર

ઉકબા બિન આમિર અલ્ જુહની રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી ﷺ એ કહ્યું: «ઊંચા અવાજે કુરઆનની તિલાવત કરનાર એવો છે, જેવું કે ઉંચા અવાજે સદકો કરવાવાળો અને ધીમા અવાજે કુરઆનની તિલાવત કરનાર એવો છે જેવું કે છુપી રીતે સદકો કરનાર».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ નસાઈ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આપ ﷺ એ સ્પષ્ટ કર્યું કે જાહેરમાં ઊંચા અવાજે કુરઆનની તિલાવત કરનાર એવો છે જેવું કે ઊંચા અવાજે સદકો કરનાર વ્યક્તિ, અને ધીમા અવાજે કુરઆન મજીદની તિલાવત કરનાર એવો છે, જેવું કે છુપી રીતે સદકો કરનાર.

فوائد الحديث

ધીમા અવાજે કુરઆન મજીદની તિલાવત કરવી શ્રેષ્ઠ છે, જેવું કે છુપી રીતે સદકો કરવો ઉત્તમ છે, જેમાં ઇખલાસ હોય છે મોટાઈ તેમજ દેખાડો નથી હોતો, હા, જ્યારે જરૂરત પડે ત્યારે ઊંચા અવાજે કુરઆન મજીદ પઢવાની છૂટ છે, તે પઢી શકે છે, ઉદાહરણ તરીકે કુરઆનની તાલિમ આપવા માટે ઊંચો અવાજ જરૂરી છે.

التصنيفات

કુરઆન મજીદની મહ્ત્વતા, દિલમાં થતા અમલોની મહ્ત્વતા, કુરઆનની તિલાવત કરવાના આદાબ