?જે કોઈ વ્યક્તિ નમાઝ પઢવાનું ભૂલી જાય તો તેને જ્યારે પણ યાદ આવે તે નમાઝ પઢી લે, (આ સ્થિતિમાં) ફક્ત નમાઝ કઝા કરવાની હોય…

?જે કોઈ વ્યક્તિ નમાઝ પઢવાનું ભૂલી જાય તો તેને જ્યારે પણ યાદ આવે તે નમાઝ પઢી લે, (આ સ્થિતિમાં) ફક્ત નમાઝ કઝા કરવાની હોય છે એ સિવાય કંઈ પણ કફ્ફારો આપવાનો હોતો નથી

અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «જે કોઈ વ્યક્તિ નમાઝ પઢવાનું ભૂલી જાય તો તેને જ્યારે પણ યાદ આવે તે નમાઝ પઢી લે, (આ સ્થિતિમાં) ફક્ત નમાઝ કઝા કરવાની હોય છે એ સિવાય કંઈ પણ કફ્ફારો આપવાનો હોતો નથી, {નમાઝ યાદ આવવા પર નમાઝ કાયમ કર} [તોહો: ૧૪]»

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

નબી ﷺ એ કહ્યું કે જે વ્યક્તિ ફર્ઝ નમાઝ પઢવાનું ભૂલી જાય અને સમય પણ નીકળી જાય, તો તેણે યાદ આવવા પર કઝા કરવામાં ઉતાવળ કરવી જોઈએ, મુસલમાન પરહેજગાર વ્યક્તિની સ્થિતિ એવી હોય છે કે જ્યારે તેને પોતાના ગુનાહનો એહસાસ થાય તો તે તરત જ તેનો ભાર ઉતારી દે છે, અલ્લાહ તઆલા કુરઆન મજીદમાં કહે છે: {નમાઝ યાદ આવવા પર નમાઝ કાયમ કર} [તોહા: ૧૪], અર્થાત્: જે નમાઝ ભૂલી ગયો હોય તો યાદ આવવા પર નમાઝ પઢી લે.

فوائد الحديث

નમાઝની મહત્ત્વતાનું વર્ણન, અને તેને પઢવામાં તેમજ તેની કઝા કરવામાં આળસ કરવામાં ન આવે.

કોઈ કારણ વગર જાણી જોઈને નમાઝમાં વિલંબ કરવો જાઈઝ નથી.

ભૂલી જવા પર નમાઝની કઝા વાજિબ છે, જ્યારે યાદ આવે અથવા સુઈને ઉઠે ત્યારે.

નમાઝની કઝા તરત જ કરવી જરૂરી છે, ભલેને રોક લગાવેલ સમય પણ કેમ ન હોય.

التصنيفات

નમાઝ માટે ફર્ઝ આદેશ અને તેને છોડનાર માટેનો હુકમ, નમાઝીઓ દ્વારા થતી ભૂલો