જો કોઈ ઊંટના ગળામાં તાંત (શબ્દમાળાનો હાર) અથવા બીજી કોઈ વસ્તુ લટકાયેલી જુઓ તો તેને તરત જ કાપી નાખજો

જો કોઈ ઊંટના ગળામાં તાંત (શબ્દમાળાનો હાર) અથવા બીજી કોઈ વસ્તુ લટકાયેલી જુઓ તો તેને તરત જ કાપી નાખજો

અબૂ બશીર અલ્ અન્સારી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરી કહે છે: તેઓ એક સફરમાં નબી ﷺ સાથે હતા, તેમણે કહ્યું: આપ ﷺ એ પોતાના એક સંદેશવાહકને ઘોષણા કરવા મોકલ્યો, -તે સમયે લોકો પોતાના તંબુઓમાં હતા-: «જો કોઈ ઊંટના ગળામાં તાંત (શબ્દમાળાનો હાર) અથવા બીજી કોઈ વસ્તુ લટકાયેલી જુઓ તો તેને તરત જ કાપી નાખજો».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

નબી ﷺ એ એક સફરમાં જ્યારે લોકો પોતાના તંબુઓમાં સૂઈ ગયા હતા, એક વ્યક્તિને નબી ﷺ એ તેમની પાસે એક સૂચના આપવા મોકલ્યો કે જો કોઇના ઊંટમાં દોરો અથવા તાંત (શબ્દમાળાનો હાર) વગેરે જેવી વસ્તુ લટકાયેલી હોય તો તેને કાપી નાખે, તે પટ્ટો જાનવરોને ખરાબ નજરથી બચવા માટે પહેરાવવામાં આવતો હતો, નબી ﷺ એ તેને કાપવાનો આદેશ આપ્યો, એટલા માટે કે તેને લટકાવવાથી કોઈ ફાયદો થતો નથી, ફાયદો આપનાર તેમજ નુકસાન પહોંચાડવાવાળો ફક્ત અલ્લાહ તઆલા જ છે, તે એકલો જ છે, તેનો કોઈ ભાગીદાર નથી.

فوائد الحديث

ફાયદા માટે અથવા નુકસાનથી બચવા માટે પશુઓના ગળામાં બાંધવામાં આવતા પટ્ટા હરામ કામ છે; કારણકે તે શિર્ક છે.

ઊંટના ગળામાં તાંત (શબ્દમાળાનો હાર) સિવાય અન્ય કોઈ વસ્તુ શોભા માટે, જાનવરને હાંકવાં માટે અથવા તેને બાંધવા માટે હોય તો કોઈ વાંધો નથી, અને બાંધી શકાય છે.

પોતાની ક્ષમતા પ્રમાણે બુરાઈને રોકવી જરૂરી છે.

દિલનો સંબંધ ફક્ત અલ્લાહ સાથે હોવો જોઈએ, જે એકલો છે અને તેનો કોઈ ભાગીદાર નથી.

التصنيفات

તૌહીદે ઉલુહિયત