તમે મારા પછી એવા કાર્યો જોશો જેને તમે નાપસંદ કરશો» સહાબાઓએ કહ્યું: હે અલ્લાહના પયગંબર ! તો તમે અમને શું આદેશ આપો છે?…

તમે મારા પછી એવા કાર્યો જોશો જેને તમે નાપસંદ કરશો» સહાબાઓએ કહ્યું: હે અલ્લાહના પયગંબર ! તો તમે અમને શું આદેશ આપો છે? નબી ﷺ એ કહ્યું: «તમારા પર જેની જવાબદારી છે તેના અધિકાર આપતા રહેજો અને પોતાના અધિકાર માટે અલ્લાહ સમક્ષ દુઆ કરતાં રહેજો

ઈબ્ને મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «તમે મારા પછી એવા કાર્યો જોશો જેને તમે નાપસંદ કરશો» સહાબાઓએ કહ્યું: હે અલ્લાહના પયગંબર ! તો તમે અમને શું આદેશ આપો છે? નબી ﷺ એ કહ્યું: «તમારા પર જેની જવાબદારી છે તેના અધિકાર આપતા રહેજો અને પોતાના અધિકાર માટે અલ્લાહ સમક્ષ દુઆ કરતાં રહેજો».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

નબી ﷺ એ જણાવ્યું કે મુસલમાનો પર એવા શાસકો આવશે, જેઓ મુસલમાનોના માલ અથવા અન્ય દુન્યવી બાબતોમાં હેરાફેરી કરશે, તેનો પોતાની મરજી પ્રમાણે ઉપયોગ કરશે અને તેમાં મુસલમાનોના અધિકારોનો ઇન્કાર કરશે. તેમાં એવી બાબતો પણ હશે, જેના વિષે દીનમાં કોઈ પુરાવા નહીં હોય. તો સહાબા રઝી અલ્લાહુ અન્હુમ એ સવાલ કર્યો: આવી સ્થિતિમાં અમે શું કરીએ? તો નબી ﷺ એ તેમને જણાવ્યું કે તેમનું માલ સાથે આવું કરવું તમને તેમની વાત સાંભળવા અને તેમનું અનુસરણ કરવાથી નથી રોકતું, પરંતુ તમે સબર કરો, તેમની વાત સાંભળો અને અનુસરણ કરો, અને તેમની સાથે ઝગડો ન કરો, અને પોતાના હક અને અધિકારો અલ્લાહ પાસે માંગો, જેથી અલ્લાહ તેમને સુધારે અને તેમની બુરાઈ અને જુલમને દૂર કરે.

فوائد الحديث

આ હદીષ નબી ﷺ ના નબી હોવાની દલીલો માંથી એક છે કે નબી ﷺ એ જે બાબતો વિષે ખબર આપી તે થઈ.

જે વ્યક્તિ પાસે મુસીબત આવનારી હોય તેને તે વિષે ખબર આપવી જાઈઝ છે; કારણકે તે સંતુષ્ટ થઈ સબર કરે અને અલ્લાહ પાસે સવાબની અપેક્ષા રાખે.

કુરઆન અને હદીષ સાથે જોડાયેલું રહેવું આવનાર ફિતના અને મતભેદોથી બચવાનો માર્ગ છે.

આ હદીષમાં સારા કામોમાં શાસકોની વાત સાંભળવા અને તેમનું અનુસરણ કરવા પ્રત્યે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, અને તેમના વિરુદ્ધ બળવો કરવાથી રોક્યા છે, જો કોઈ તેમાં સપડાઈ ગયો તો તેણે જુલમ કર્યું.

ફિતનાના સમયે સુન્નતનું અનુસરણ કરવું જોઈએ અને હિકમત અપનાવવી જોઈએ.

માનવી પર વાજિબ (જરૂરી) છે તે પોતાના અધિકારો પૂરા પડે, ભલેને તેના પર કોઈ જુલમ પણ કેમ ન થતો હોય.

આ હદીષમાં એક નિયમ વર્ણન કરવામાં આવ્યો: બે બુરાઈઓ અથવા બે નુકસાન માંથી જે થોડી બુરાઈ અથવા થોડું નુકસાન હોય તેને અપનાવી શકીએ છીએ.

التصنيفات

ઇમામની ફરજો