હે અલ્લાહ ! મારી કબરને મૂર્તિ ન બનાવજે, કે જેની ઈબાદત કરવામાં આવે

હે અલ્લાહ ! મારી કબરને મૂર્તિ ન બનાવજે, કે જેની ઈબાદત કરવામાં આવે

અબુ હુરૈરહ રઝી. નબી ﷺ થી રિવાયત કરે છે: «હે અલ્લાહ ! મારી કબરને મૂર્તિ ન બનાવજે, કે જેની ઈબાદત કરવામાં આવે, અલ્લાહએ તે કોમ પર લઅનત કરી છે, જેણે પોતાના પયગંબરની કબરને સિજદો કરવાની જગ્યા બનાવી».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

નબી ﷺ એ પોતાના પાલનહાર પાસે દુઆ માંગી કે તેમની કબરને મૂર્તિ ન બનાવવામાં આવે કે લોકો તેની મહાનતાના કારણે ઈબાદત કરે, તેને સિજદો કરવા માટે કિબલો બનાવે, ફરી નબી ﷺ એ જણાવ્યું કે અલ્લાહ તઆલાએ તે લોકોને પોતાની રહમતથી દૂર કરી દીધા જેમણે પોતાના પયગંબરોની કબરોને સિજદો કરવાની જગ્યા બનાવી, કારણકે તે જગ્યાએ સિજદો કરવાથી ઈબાદત કરવા માટેનું મથક અને તેનો અકીદો(માન્યતા)ઓનો દ્વારા ખૂલતો હોય છે. (એટલા માટે રોક લગાવવામાં આવી.)

فوائد الحديث

પયગંબરો અને નેક લોકોની કબરો પ્રત્યે શરીઅતે નક્કી કરેલ હદ વટાવવી, અર્થાત્ તેમને અલ્લાહ સિવાય જેની ઈબાદત કરવામાં આવે છે તેમાં શામેલ કરવા બરાબર છે, બસ આપણા માટે જરૂરી છે કે આપણે શિર્ક તરફ લઈ જતાં દરેક માર્ગથી બચવું જોઈએ.

કબરોની મહાનતાના કારણે તેની મુલાકાત લેવી અને ત્યાં જઈ ઈબાદત કરવી જાઈઝ (યોગ્ય) નથી ભલે ને તે વ્યક્તિ કેટલો પણ અલ્લાહ તઆલાની નજીક હોય.

કબરો પર મસ્જિદ બનાવવી હરામ છે.

કબરો પર નમાઝ પઢવી હરામ છે, ભલે ને ત્યાં મસ્જિદ બનાવવામાં ન આવી હોય, પરંતુ એવા જનાઝાની નમાઝ પઢી શકાય છે, જે વ્યક્તિની પઢવામાં ન આવી હોઇ.

التصنيفات

શિર્ક, મસ્જિદ માટે કેટલાક આદેશો