?‌મુનાફિક માટે સૌથી ભારે નમાઝ ઈશા અને ફજરની નમાઝ છે, જો તેમને તે બંને નમાઝોના સવાબનો અંદાજો હોત તો તેઓ પોતાના…

?‌મુનાફિક માટે સૌથી ભારે નમાઝ ઈશા અને ફજરની નમાઝ છે, જો તેમને તે બંને નમાઝોના સવાબનો અંદાજો હોત તો તેઓ પોતાના ઘૂંટણે નમાઝ પઢવા આવતા

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું કે નબી ﷺ એ કહ્યું: «‌મુનાફિક માટે સૌથી ભારે નમાઝ ઈશા અને ફજરની નમાઝ છે, જો તેમને તે બંને નમાઝોના સવાબનો અંદાજો હોત તો તેઓ પોતાના ઘૂંટણે નમાઝ પઢવા આવતા, મારો મજબૂત ઈરાદો બની ગયો હતો કે હું મુઅઝ્ઝિનને કહું કે તે નમાઝ માટે ઈકામત કહે, પછી હું કોઈને નમાઝ પઢાવવા માટે આગળ કરું અને મારી સાથે કેટલાક લોકોને સાથે લઈ જાઉં, જેમની પાસે આગ સળગાવવા માટે લાકડીનો ગઠ્ઠો હોય, પછી જમાઅતથી પાછળ રહેનાર લોકોના ઘરે જઈ તેમને ઘર સમેત આગ લગાવી દઉં».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

નબી ﷺ નમાઝ બાબતે મુનાફિક લોકોની આળસ વિશે જણાવી રહ્યા છે, ખાસ કરીને ફજર અને ઈશાની નમાઝ બાબતે, જો તેમને મુસલમાનોની જમાઅત સાથે નમાઝ પઢવાનો સવાબનો અંદાજો આવી જાય તો તેઓ નાના બાળકની જેમ ઘૂટણના બળે ચાલીને આવવાનું થાય તો પણ તેઓ જરૂર આવતા. ... નબી ﷺ એ મજબૂત ઈરાદો કરી લીધો કે તેઓ પોતાની જગ્યા પર બીજાને નમાઝ પઢાવવા માટે ઉભા કરે અને તેઓ બહાર જઈ તેમજ એવા લોકોને પોતાની સાથે લઈ લે, જેમની પાસે લાકડીઓનો ગઠ્ઠો હોય, પછી જે લોકો જમાઅત અને નમાઝથી પાછળ રહેતા હોય તો તેમના ઘરોને આગ લગાવી દે, તે ગુનાહની ભયાનકતાના કારણે, પણ એવું ન કર્યું, કારણકે ઘરમાં સ્ત્રીઓ, બાળકો અને માસૂમ લોકો તેમજ અન્ય એવા લોકો પણ હોય છે, જેઓનો કંઈ પણ ગુનોહ નથી હોતો.

فوائد الحديث

મસ્જિદમાં જમાઅત સાથે નમાઝ પઢવાથી પાછળ રહેવાની ગંભીરતા.

મુનાફિક લોકોનો ઈબાદત કરવાનો હેતુ ફક્ત રિયાકારી અને દેખાડો હોતો, તેઓને લોકો જોઈ લે તે માટે જ તેઓ આવતા હતા.

ઈશા અને ફજરની નમાઝ જમાઅત સાથે પઢવાની મહત્ત્વતા, અને તે બંને નમાઝોનું સ્થાન એ છે કે જો માણસને ઘૂંટણ વડે ચાલીને આવવાનું થાય તો પણ તે જરૂર આવશે.

જે લોકો ઈશા અને ફજરની નમાઝ નું ધ્યાન રાખે છે તેઓ નિફાકથી પાક છે, અને તે બંને નમાઝોથી પાછળ રહેવું મુનાફિક હોવાની દલીલ છે.

التصنيفات

નિફાક, નિફાક, નમાઝની મહ્ત્વતા, નમાઝની મહ્ત્વતા