હું તમારા પ્રત્યે જે વસ્તુથી સૌથી વધારે ડર રાખું છું તે વસ્તુ શિર્કે અસગર છે, પૂછવામાં આવ્યું: હે અલ્લાહના રસૂલ ! આ…

હું તમારા પ્રત્યે જે વસ્તુથી સૌથી વધારે ડર રાખું છું તે વસ્તુ શિર્કે અસગર છે, પૂછવામાં આવ્યું: હે અલ્લાહના રસૂલ ! આ શિર્કે અસગર શું છે? નબી ﷺ એ કહ્યું: રિયાકારી (દેખાડો)

મહમૂદ બિન લબીદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «હું તમારા પ્રત્યે જે વસ્તુથી સૌથી વધારે ડર રાખું છું તે વસ્તુ શિર્કે અસગર છે, પૂછવામાં આવ્યું: હે અલ્લાહના રસૂલ ! આ શિર્કે અસગર શું છે? નબી ﷺ એ કહ્યું: રિયાકારી (દેખાડો), કયામતના દિવસે જ્યારે અલ્લાહ તઆલા લોકોને તેમના અમલનો બદલો આપશે તે સમયે અલ્લાહ તઆલા કહેશે: તે લોકો પાસે ચાલ્યા જાઓ, જેમના માટે દુનિયામાં તમે અમલ કરતા હતા, અને જાવ જુઓ તેમની પાસે તમારા માટે કંઈ બદલો છે?».

[હસન] [આ હદીષને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આ હદીષમાં નબી ﷺ જણાવી રહ્યા છે કે મારી કોમ બાબતે મને સૌથી મોટી વસ્તુ જેનો ડર લાગી રહ્યો છે: તે શિર્કે અસગર (નાનું શિર્ક), અર્થાત્ રિયાકારી (દેખાડો), લોકોને દેખાડવા માટે અમલ કરવું ફરી નબી ﷺએ જેઓ દેખાડો કરે છે, તેમની સજા વિશે ખબર આપી: તેમને કહેવામાં આવશે: જાઓ જેના માટે કાર્ય કરતા હતા તેમની પાસે બદલો માંગી લો, તો જુઓ, શું તેઓ તમારા કાર્યોનો બદલો આપે છે અથવા શું તેઓ બદલો આપવામાં માટે શક્તિ ધરાવે છે?!

فوائد الحديث

કોઈ પણ કાર્ય કરવામાં ઇખલાસ હોવું જરૂરી છે અને રિયાકારીથી બચવું જોઈએ.

નબી ﷺ ની પોતાની કોમ પ્રત્યે દયા, તેમની હિદાયત અને તેમની ઇસ્લાહ (સુધારા) માટેની ચિંતા.

નબી ﷺ નો ડર તે લોકો માટે હતો જેઓ નબી ﷺ ના સાથી હતા, નબી ﷺ સહાબાઓને સંબોધીને કહી રહ્યા હતા જેઓ સદાચારી લોકોના સરદાર હતા, તો તેમના પછી આવનાર લોકો માટે ડર કેટલા અંશ સુધીનો હશે.

التصنيفات

શિર્ક, આપ સલ્લલાહુ અલયહી વસલ્લમની દયા