તે વ્યક્તિનું અપમાન થાય, ફરી તે વ્યક્તિનું અપમાન થાય, ફરી તે વ્યક્તિનું અપમાન થાય», પૂછવામાં આવ્યું કોનું અપમાન? હે…

તે વ્યક્તિનું અપમાન થાય, ફરી તે વ્યક્તિનું અપમાન થાય, ફરી તે વ્યક્તિનું અપમાન થાય», પૂછવામાં આવ્યું કોનું અપમાન? હે અલ્લાહના રસૂલ! નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «જે વ્યક્તિ પોતાના માતાપિતા માંથી એક અથવા બંનેને વૃદ્ધાવસ્થામાં પામે અને તેમની (સેવા કરી) પોતાને જન્નતના હકદાર ન બનાવી શકે

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «તે વ્યક્તિનું અપમાન થાય, ફરી તે વ્યક્તિનું અપમાન થાય, ફરી તે વ્યક્તિનું અપમાન થાય», પૂછવામાં આવ્યું કોનું અપમાન? હે અલ્લાહના રસૂલ! નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «જે વ્યક્તિ પોતાના માતાપિતા માંથી એક અથવા બંનેને વૃદ્ધાવસ્થામાં પામે અને તેમની (સેવા કરી) પોતાને જન્નતના હકદાર ન બનાવી શકે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ અપમાન અને બદનામીની દુઆ કરી, જ્યાં સુધી કે તેની નાક માટી ન બની જાય, ત્રણ વખત આ પ્રમાણે કહ્યું: તો સવાલ કરવામાં આવ્યો કે હે અલ્લાહના પયગંબર! આ અપમાનની દુઆ કોના માટે? તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું:તે વ્યક્તિ માટે જે પોતાના માતાપિતાને વૃદ્ધા વસ્થામાં પામે અથવા બન્ને માંથી કોઈ એકને પણ, અને તેમની સેવા કરી પોતાને જન્નતનો દાવેદાર ન બનાવી શકે અને આ એટલા માટે કે તેમના પર ઉપકાર ન કર્યો હોય અથવા તેમની અવજ્ઞા કરી હોય.

فوائد الحديث

માતાપિતા સાથે સદ્ વ્યવહાર જરૂરી છે અને તે જન્નતમાં પ્રવેશ મેળવવા માટેનો એક સ્ત્રોત છે, ખાસ કરીને વૃદ્ધા વસ્થા અને નબળાઈ વખતે સેવા કરવી.

માતાપિતાની અવજ્ઞા કરવી તે કબીરહ ગુનાહો માંથી છે.

التصنيفات

માતાપિતા સાથે સદ વર્તન કરવાની મહ્ત્વતા