આ બન્ને મારી કોમના પુરુષો માટે હરામ છે અને તેમની સ્ત્રીઓ માટે હલાલ છે

આ બન્ને મારી કોમના પુરુષો માટે હરામ છે અને તેમની સ્ત્રીઓ માટે હલાલ છે

અલી બિન તાલિબ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાના જમણા હાથમાં રેશમ અને ડાબા હાથમાં સોનું લીધું, ફરી બંને હાથ ઉઠાવ્યા, અને કહ્યું: આ બન્ને મારી કોમના પુરુષો માટે હરામ છે અને તેમની સ્ત્રીઓ માટે હલાલ છે.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [رواه أبو داود والنسائي وابن ماجه]

الشرح

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ રેશમનો પોશાક અથવા તેનું કાપડ પોતાના ડાબા હાથમાં લીધું અને પોતાના જમણા હાથમાં સોનાનો કોઈ દાગીનો અથવા તેના જેવી જ એક વસ્તુ લીધી, પછી કહ્યું: નિઃશંક રેશમ અને સોનુ મારી ઉમમતના પુરુષો માટે હરામ છે, અને તેમની સ્ત્રીઓ માટે હલાલ છે.

فوائد الحديث

ઈમામ સિન્ધી રહિમહુલ્લાહએ કહ્યું: (હરામ છે): અર્થાત્ તેને પહેરવું હરામ છે; જો કે તેની લે-વેચ તેનો વેપાર દરેક માટે જાઈઝ છે, પરંતુ સોનુ તેના વાસણો બનાવી ઉપયોગમાં લેવા તેનો વપરાશ પણ દરેક માટે હરામ છે.

શણગાર અને તેના જેવી અન્ય જરૂરિયાતને કારણે સ્ત્રીઓ પર ઇસ્લામિક કાયદાનું વિસ્તરણ.

التصنيفات

અલ્ લિબાસુ વઝ્ ઝિનહ