નબી ﷺ એ અમને ખુતબ એ હાજહ શીખવાડયો

નબી ﷺ એ અમને ખુતબ એ હાજહ શીખવાડયો

અબ્દુલ્લાહ બિન મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: નબી ﷺ એ અમને ખુતબ એ હાજહ શીખવાડયો: إِنَّ الحَمْدَ للهِ، نَسْتَعِيْنُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوْذُ بِهِ مِنْ شُرُوْرِ أَنْفُسِنَا، مَنْ يَهْدِ اللهُ فَلَا مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلَا هَادِيَ لَهُ، وَأَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا الله، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُوْلُهُ، يَا أَيُّهَا النَّاسُ اتَّقُوا رَبَّكُمُ الَّذِي خَلَقَكُمْ مِنْ نَفْسٍ وَاحِدَةٍ وَخَلَقَ مِنْهَا زَوْجَهَا وَبَثَّ مِنْهُمَا رِجَالًا كَثِيرًا وَنِسَاءً وَاتَّقُوا اللَّهَ الَّذِي تَسَاءَلُونَ بِهِ والأرحام إن الله كان عليكم رقيبا} [النساء: 1]، {يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ حَقَّ تُقَاتِهِ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنْتُمْ مُسْلِمُونَ} [آل عمران: 102]، {يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ وَقُولُوا قَوْلًا سَدِيدًا (70) يُصْلِحْ لَكُمْ أَعْمَالَكُمْ وَيَغْفِرْ لَكُمْ ذُنُوبَكُمْ وَمَنْ يُطِعِ اللَّهَ وَرَسُولَهُ فَقَدْ فَازَ فَوْزًا عَظِيمًا} [الأحزاب:70 - 71]. અર્થ : દરેક પ્રકારની પ્રશંસા તેના જ માટે છે, અમે તેની પાસે જ મદદ માંગીએ છીએ અને તેની પાસે જ માફી માંગીએ છીએ, અમે અમારા નફસની બુરાઈથી તેનું શરણ માંગીએ છીએ, જેને તું હિદાયત આપી દે, તેને કોઈ ગુમરાહ નથી કરી શકતું અને જેને તું ગુમરાહ કરી દે તેને કોઈ હિદાયત નથી આપી શકતું, અને હું ગવાહી આપું છું કે તેના સિવાય કોઈ ઇલાહ નથી અને મુહમ્મદ ﷺ અલ્લાહના રસૂલ છે, હે લોકો ! પોતાના તે પાલનહારથી ડરતા રહો, જેણે તમને એક જીવ વડે પેદા કર્યા અને તેનાથી તેની પત્નિને પેદા કરી તે બન્ને વડે (દુનિયામાં) ઘણા પૂરૂષો અને સ્ત્રીઓને ફેલાવી દીધા, તે અલ્લાહથી ડરો જેનું નામ લઇ એક બીજાથી માંગો છો અને સબંધો તોડવાથી બચો, નિંશંક અલ્લાહ તઆલા તમારી દેખરેખ કરી રહ્યો છે [અન્ નિસા: ૧]. હે ઇમાનવાળાઓ ! અલ્લાહ તઆલાથી એવી રીતે ડરો જેવી રીતે કે તેનાથી ડરવાનો હક છે. અને તમને મુસલમાનની સ્થિતિમાં જ મૌત આવી જોઈએ. [આલિ ઇમરાન: ૧૦૨] હે ઈમાનવાળાઓ ! અલ્લાહથી ડરો અને સીધી (સાચી) વાત કરો. જેથી અલ્લાહ તઆલા તમારા કાર્યો સરળ બનાવી દે અને તમારા ગુનાહો માફ કરી દે અને જે પણ અલ્લાહ અને તેના પયગંબરનું અનુસરણ કરશે તે ભવ્ય સફળતા મેળવશે. [અલ અહઝાબ: ૭૦-૭૧].

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહ અને ઈમામ નસાઈ રહિમહુલ્લાહ અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

અબ્દુલ્લાહ ઈબ્ને મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ વર્ણન કરી રહ્યા છે કે નબી ﷺ એ અમને ખુતબ એ હાજહ શીખવાડયો, જે પ્રવચનો અથવા જરૂરી કામોની શરૂઆત કરતાં પહેલા કરવામાં આવે છે, જેમકે લગ્ન વખતે, શુક્રવારના ખુતબામાં વગેરે. આ ખુતબામાં અલ્લાહના નામના વખાણનો સમાવેશ થાય છે, જેમકે અલ્લાહ દરેક પ્રકારની પ્રસંશાને લાયક છે, ફક્ત તેની પાસે જ માફી માંગવા માટે આવે, અને તેમાં તેનો કોઈ ભાગીદાર ઠેહરાવવામાં ન આવે, એવી જ રીતે નફસની બુરાઈઓ અને અન્ય પ્રકારની બુરાઈઓ માટે તેની પાસે જ આશ્રય માંગવામાં આવે. ફરી નબી ﷺ એ જણાવ્યું કે હિદાયત આપવી અલ્લાહના હાથમાં છે, જેને અલ્લાહ હિદાયત આપે તેને કોઈ ગુમરાહ નથી કરી શકતું, અને જેને અલ્લાહ ગુમરાહ કરે તેને કોઈ હિદાયત પર લાવી નથી શકતું. પછી તૌહીદની ગવાહી વર્ણન કરવામાં આવી એ કે અલ્લાહ સિવાય કોઈ સાચો મઅબૂદ (પૂજ્ય) નથી, અને પયગંબરી માટેની ગવાહી એ કે મુહમ્મદ ﷺ અલ્લાહના બંદા અને રસૂલ છે. આ ખુતબાનો અંત કુરઆન મજીદની ત્રણ એવી સૂરતો વડે કરવામાં આવ્યો જે તકવાનો આદેશ આપે છે, તકવો એ કે અલ્લાહએ આપેલ આદેશોનું અનુસરણ અને અલ્લાહએ રોકેલા કાર્યોથી બચવું, અને તકવો અપનાવવાનો બદલો એ મળશે કે સાચો અમલ, સાચી વાત, ગુનાહોથી માફી, દુનિયામાં સારું જીવન, કયામતના દિવસે સફળતા રૂપે જન્નત આપવામાં આવશે.

فوائد الحديث

લગ્ન વખતે, જુમ્માના દિવસે અને અન્ય કોઈ ખુતબાની શરૂઆત આ શબ્દો વડે કરી શકાય છે.

ખુતબા માટે જરૂરી છે કે ખુતબામાં અલ્લાહની પ્રશંસા, તૌહીદ અને પયગંબરીની ગવાહી અને કેટલીક કુરઆનની આયતોનો સમાવેશ હોવો જોઈએ.

નબી ﷺ એ પોતાના સહાબાઓને દીન પ્રત્યેની જેટલી પણ બાબતો છે તેની શિક્ષા આપી છે.

التصنيفات

લગ્ન માટેના કેટલાક આદેશો તેમજ શરતો