ખબરદાર ! શક્ય છે કે કોઈ વ્યક્તિને મારી કોઈ હદીષ પહોંચે અને તે પોતાના ગાદલા પર ટેકો લગાવી બેઠો હોય, અને કહે કે અમારી…

ખબરદાર ! શક્ય છે કે કોઈ વ્યક્તિને મારી કોઈ હદીષ પહોંચે અને તે પોતાના ગાદલા પર ટેકો લગાવી બેઠો હોય, અને કહે કે અમારી અને તમારી વચ્ચે ફક્ત અલ્લાહની કિતાબ છે

મિકદામ બિન મઅદિકરિબ રઝી અલ્લાહુ અન્હુથી રિવાયત છે કે નબી ﷺ એ કહ્યું: «ખબરદાર ! શક્ય છે કે કોઈ વ્યક્તિને મારી કોઈ હદીષ પહોંચે અને તે પોતાના ગાદલા પર ટેકો લગાવી બેઠો હોય, અને કહે કે અમારી અને તમારી વચ્ચે ફક્ત અલ્લાહની કિતાબ છે, અમે તેમાં જે વસ્તુ હરામ જોઈશું તેને અમે હરામ સમજીશું અને જેને હલાલ જોઈશું તેને હલાલ સમજીશું, (જાણી લો !) ખરેખર જે વસ્તુને નબી ﷺ એ હરામ કરી તે એવી રીતે જ હરામ છે જેવી અલ્લાહએ કરેલ વસ્તુઓ હરામ છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આ હદીષમાં નબી ﷺ એ ખબર આપી કે નજીકમાં જ એવો સમય આવશે કે જેમાં એવા લોકોનું એક જૂથ બેઠું હશે, તેમના માંથી એક પોતાના પલંગ પર ટેકો લગાવીને બેઠો હશે, તેની પાસે નબી ﷺ ની હદીષ પહોંચાડવામાં આવશે, તો તે કહેશે: અમારી અને તમારી વચ્ચેની બાબતોમાં કુરઆન મજીદ છે, જે અમારા માટે પૂરતું છે, જે વસ્તુ અમને તેમાં હલાલ જોવા મળશે અમે તેના પર અમલ કરીશું અને જે હરામ જોવા મળશે, અમે તેનાથી દૂર રહીશું. ફરી નબી ﷺ એ વર્ણન કર્યું કે તે દરેક બાબતો જે નબી ﷺ એ હરામ કરી અથવા જેનાથી રોક્યા છે, તે એવી રીતે જ હરામ છે જેવી રીતે અલ્લાહએ કોઈ વસ્તુને પોતાની કિતાબમાં હરામ કરી છે; કારણકે તેની જાણકારી તેમના પાલનહારે તેમને આપી છે.

فوائد الحديث

આ હદીષ દ્વારા જાણવા મળ્યું કે નબી ﷺ ની સુન્નત (હદીષ) ને એવી રીતે જ સન્માન આપવામાં આવે જેવી રીતે કુરઆનને આપવામાં આવે છે અને તેના પર અમલ (પણ કુરઆન માફક) કરવામાં આવે.

નબી ﷺ નું અનુસરણ હકીકતમાં અલ્લાહનું અનુસરણ છે, અને નબી ﷺ ની અવજ્ઞા હકીકતમાં અલ્લાહની અવજ્ઞા છે.

આ હદીષ દ્વારા સુન્નતની સત્યતા જાણવા મળે છે અને જે લોકો સુન્નત (હદીષ) નો ઇન્કાર કરે છે તેમને આ હદીષ દ્વારા જવાબ આપવામાં આવ્યો છે.

જે વ્યક્તિ સુન્નત (હદીષ પર અમલ કરવાથી) મોઢું ફેરવી લે અને તે ફક્ત કુરઆનને જ પોતાના માટે પૂરતું સમજવાનો દાવો કરે, તો તે બંનેથી મોઢું ફેરવનાર ગણાશે, અને કુરઆનના અનુસરણના દાવમાં તે જૂઠો છે.

અને નબી ﷺ ની નબૂવ્વતના પુરાવા માંથી એક તે પણ છે કે તેમણે જે જે ભવિષ્યવાળીઓ કરી હતી, તે એ પ્રમાણે જ થઈ.

التصنيفات

હદીષની મહત્ત્વતા અને તેનું સ્થાન, નબૂવ્વત, બરઝખી જીવન