કયામત ત્યાં સુધી કાયમ નહીં થાય જ્યારે એક વ્યક્તિ બીજી વ્યક્તિની કબર પાસેથી પસાર થશે, અને કહશે: કાશ ! હું તેની જગ્યાએ…

કયામત ત્યાં સુધી કાયમ નહીં થાય જ્યારે એક વ્યક્તિ બીજી વ્યક્તિની કબર પાસેથી પસાર થશે, અને કહશે: કાશ ! હું તેની જગ્યાએ હોત

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «કયામત ત્યાં સુધી કાયમ નહીં થાય જ્યારે એક વ્યક્તિ બીજી વ્યક્તિની કબર પાસેથી પસાર થશે, અને કહશે: કાશ ! હું તેની જગ્યાએ હોત».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે કયામત ત્યાં સુધી કાયમ નહીં થાય જ્યાં સુધી એક વ્યક્તિ કબર પાસેથી પસાર થશે અને ઈચ્છા કરશે કે તે મૃતકની જગ્યાએ હોય, અને તેનું કારણ એ કે તેને પોતાનો દીન ખરાબ થઈ જવાનો અને દુશ્મનોના હાવી થઈ જવાનો ભય હશે, તેમજ ફિતના અને અન્ય પ્રકારની બુરાઈઓ જાહેર થવાના કારણે.

فوائد الحديث

કયામતની નજીક ફિતના અને અન્ય પ્રકારની બુરાઈઓ જાહેર થશે તે વાત તરફ ઈશારો કરવામાં આપ્યો છે.

આ હદીષમાં ઈમાન અને નેક કાર્યો વડે મોતની તૈયારી, ફિતના અને અજમાયશની જગ્યાઓથો દૂર રહેવા પ્રત્યે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.

التصنيفات

બરઝખી જીવન, સદાચારી લોકોના સ્થિતિ, નફસનો તઝકિયા