તમારી (દુનિયાની આગ) જહન્નમની આગનો સિત્તેરમો ભાગ છે

તમારી (દુનિયાની આગ) જહન્નમની આગનો સિત્તેરમો ભાગ છે

અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ થી રિવાયત છે કે નબી ﷺ એ કહ્યું: «તમારી (દુનિયાની આગ) જહન્નમની આગનો સિત્તેરમો ભાગ છે», કોઈએ પૂછ્યું, હે અલ્લાહના રસૂલ ! (કાફિર અને મુશરિકોને સજા આપવા માટે) આ અમારી દુનિયાની આગ પણ પૂરતી હતી, આપ ﷺ એ કહ્યું: «તે આગ તેના પર અગણોસિત્તેર (૬૯) ભાગ વધારે કરી દેવામાં આવી છે, અને તેનો દરેક ભાગ દુનિયાની આગ બરાબર છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

નબી ﷺ એ જણાવ્યું કે દુનિયાની આગ જહન્નમની આગના સિત્તેર ભાગ માંથી એક ભાગ છે, આખિરતમાં આગની જે ગરમી હશે તે દુનિયાની આગની ગરમીથી અગણોસિત્તેર ગણી વધારે હશે, તેમાંથી દરેક ભાગ દુનિયાની આગના એક ભાગ બરાબર હશે. પૂછવામાં આવ્યું: હે અલ્લાહના રસૂલ ! અઝાબ આપવામાં માટે તો આ દુનિયાની આગ જ પૂરતી છે, તો નબી ﷺ એ જવાબ આપ્યો: દુનિયાની આગની સરખામણીમાં જહન્નમની આગથી અગણોસિત્તેર ઘણી વધારે ગરમ છે.

فوائد الحديث

જહન્નમની આગની ચેતવણી આપી છે, જેથી લોકો તે અમલોથી બચીને રહે જે જહન્નમમાં લૈ જાય છે.

જહન્નમની આગની અને તેના અઝાબની મહાનતા તેમજ તેની ગરમીની તિવ્રતા.

التصنيفات

આખિરતના દિવસ પર ઈમાન, જન્નત અને જહન્નમની લાક્ષણિકતા