અલ્લાહ તઆલા એ સર્જનની તકદીરને આકાશો અને જમીનનું સર્જન કરતા હજાર વર્ષ પહેલા લખી દીધી છે

અલ્લાહ તઆલા એ સર્જનની તકદીરને આકાશો અને જમીનનું સર્જન કરતા હજાર વર્ષ પહેલા લખી દીધી છે

અબ્દુલ્લાહ ઈબ્ને અમ્ર બિન આસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «અલ્લાહ તઆલા એ સર્જનની તકદીરને આકાશો અને જમીનનું સર્જન કરતા હજાર વર્ષ પહેલા લખી દીધી છે, અને ત્યારે અલ્લાહનું અર્શ પાણી પર હતું».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે અલ્લાહ તઆલા એ આકાશો અને જમીનના સર્જનના પચાસ હજાર વર્ષ પહેલા મખલૂક (સમગ્ર સર્જન)ની તકદીર (ભાગ્ય) લખી દીધી છે, જેમાં તેમનું જીવન, મૃત્યુ, રોજી શામેલ છે, અને તે પણ આ દરેક અલ્લાહના આદેશ મુજબ થશે, જેથી દરેક વસ્તુ જે અસ્તિત્વમાં આવે છે તે અલ્લાહના આદેશ અને તેની તકદીર મુજબ હોય છે, જેથી બંદાને જેનો પણ સામનો કરવો પડે છે, તેનાથી તે બચી શકતો નથી, અને જેનાથી તે વંચિત રહી ગયો તેને તે કદાપિ પામી શકશે નહીં.

فوائد الحديث

તકદીર અને અલ્લાહના આદેશ પર ઈમાન લાવવું જરૂરી છે.

તકદીર તે છે: અલ્લાહ તઆલા દરેક બાબતોને સારી રીતે જાણે છે, તેણે તે દરેક બાબતો વિષે (લવહે મેહફૂઝમાં) લખી રાખ્યું છે, તેમ અલ્લાહની ઈચ્છા અને ઇરાદો શામેલ હોય છે, અને અલ્લાહ જ દરેક વતુઓને પેદા કરનાર છે.

તે વાત પર ઈમાન લાવવું કે આકાશો અને જમીનના સર્જન પહેલા તકદીરો (ભાગ્ય) લખી દેવામાં આવી છે, તેનો ફાયદો એ છે કે (માનવી તકદીર પર) રાજી થઈ તેણે સ્વીકાર કરવાની (શક્તિ પેદા થશે.

આકાશો અને જમીનના સર્જન પહેલા અલ્લાહનું અર્શ પાણી પર હતું.

التصنيفات

તકદીર અને ભાગ્યના દરજ્જાઓ