?જ્યારે તમારા માંથી કોઈને તમારા પેટ માંથી કંઈ વસ્તુનો આભાસ થાય અને તમને શંકા થાય કે કંઈ નીકળ્યું છે કે નહીં તો તેણે…

?જ્યારે તમારા માંથી કોઈને તમારા પેટ માંથી કંઈ વસ્તુનો આભાસ થાય અને તમને શંકા થાય કે કંઈ નીકળ્યું છે કે નહીં તો તેણે મસ્જિદ માંથી ન નીકળવું જોઈએ જ્યાં સુધી કે અવાજ સાંભળે અથવા વાંસ ન આવી જાય

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું કે નબી ﷺ એ કહ્યું: «જ્યારે તમારા માંથી કોઈને તમારા પેટ માંથી કંઈ વસ્તુનો આભાસ થાય અને તમને શંકા થાય કે કંઈ નીકળ્યું છે કે નહીં તો તેણે મસ્જિદ માંથી ન નીકળવું જોઈએ જ્યાં સુધી કે અવાજ સાંભળે અથવા વાંસ ન આવી જાય».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

નબી ﷺ એ જણાવ્યું કે જ્યારે નમાઝ પઢનાર વ્યક્તિને તેના પેટ બાબતે શંકા થાય કે પાછળથી કંઈ નીકળ્યું છે કે નહીં? તો તેણે નમાઝ તોડવાની જરૂર નથી અને તેણે વઝૂ કરવાની પણ જરૂર નથી, અહીં સુધી કે તેને યકીન થઈ જાય કે પાછળની જગ્યાએ થી કોઈ ગંદકી નીકળી છે, જેનાથી તેનું વઝૂ તૂટી જતું હોય, અર્થાત્ તેને વાછૂટનો એહસાસ થાય અથવા વાંસ આવવા લાગે; કારણકે યકીન શંકાને બાતેલ નથી કરતું, અને તેને પાકીનું યકીન છે અને હદષ બાબતે શંકા કરી રહ્યો છે.

فوائد الحديث

આ હદીષ ઇસ્લામના મૂળ કાયદા અને ફિકહના કાયદાઓ માંથી એક છે, અને એ કે યકીન શંકા કરવાથી બાતેલ નથી થતું, કાયદો એ છે જે પ્રમાણે કોઈ વસ્તુની મૂળ સ્થિતિ હોય તે એ પ્રમાણે જ રહીશે જ્યાં સુધી કોઈ બીજી વસ્તુ તેની વિરુદ્ધ ન આવી જાય.

શંકા પાકીને અસરકારક નથી કરતી, નમાઝ પઢનાર પાકી પર જ કાયમ રહે છે, ત્યાં સુધી જ્યાં સુધી તેને સ્પષ્ટ વઝૂ તૂટવાનો યકીન ન થઈ જાય.

التصنيفات

ફિકહ માટે કાયદા તેમજ નિયમો, ફિકહ માટે કાયદા તેમજ નિયમો, વુઝુ તૂટવાના કારણો, વુઝુ તૂટવાના કારણો