إعدادات العرض
જે વસ્તુમાં તમને શંકા હોય, તેને છોડી દો અને તે વસ્તુ પર અમલ કરો જેના પર તમને શંકા ન હોય
જે વસ્તુમાં તમને શંકા હોય, તેને છોડી દો અને તે વસ્તુ પર અમલ કરો જેના પર તમને શંકા ન હોય
અબૂ મુહમ્મદ હસન બિન્ અલી બિન્ અબૂ તાલિબ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના નવાસા અને વ્હાલા વર્ણન કરે છે, તેમણે કહ્યું: મેં અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા આ વાત યાદ કરી છે: «જે વસ્તુમાં તમને શંકા હોય, તેને છોડી દો અને તે વસ્તુ પર અમલ કરો જેના પર તમને શંકા ન હોય».
الترجمة
العربية Español አማርኛ English اردو Indonesia বাংলা Français Türkçe Русский Bosanski සිංහල हिन्दी 中文 فارسی Tiếng Việt Tagalog Kurdî Hausa Português മലയാളം తెలుగు Kiswahili தமிழ் ไทย Deutsch پښتو অসমীয়া Shqip Nederlands Кыргызча नेपाली Lietuvių دری Српски тоҷикӣ Kinyarwanda Română Magyar Čeština Moore Malagasy Oromoo ಕನ್ನಡ Wolof Azərbaycan O‘zbek Українська ქართული Македонски ភាសាខ្មែរ ਪੰਜਾਬੀ मराठी Kirundi Kurmancî Bahasa Melayu မြန်မာالشرح
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ એવા કાર્યો અને વાતોથી દૂર રહેવાનો આદેશ આપ્યો, જેના વિષે શંકા ઊભી થાય કે તેનાથી રોકવામાં આવ્યો છે કે નહીં? શું તે હલાલ છે કે હરામ, માનવીએ એવા કાર્યો કરવા જોઈએ જેના સારા અને હલાલ હોવા પર યકીન હોય; કારણકે તેનાથી માનવીનું દિલ સંતુષ્ટ રહે છે, જ્યારે કે શંકાસ્પદ બાબતો માનવીના દિલને બેચેન અને વિચલિત કરી દે છે.فوائد الحديث
મુસલમાનો માટે જરૂરી છે કે તેઓ પોતાના દરેક કાર્યોનો આધાર યકીન પર રાખવો જોઈએ તેમજ શંકાસ્પદ વસ્તુઓથી દૂર રહેવું જોઈએ, અને હિકમત તેમજ જ્ઞાન સાથે દીનના આદેશો પર અમલ કરવો જોઈએ.
શંકાસ્પદ કાર્યો પર રોક લગાવી છે.
જો તમે શાંતિ ઇચ્છતા હોવ તો શંકાસ્પદ કાર્યો છોડી દો અને તેનાથી દૂર રહો.
અલ્લાહની પોતાના બંદાઓ પ્રત્યે કૃપા અને દયા કે તેણે તેના બંદાઓને એવા કાર્યો કરવાનો આદેશ આપ્યો છે, જેના દ્વારા દિલને શાંતિ મળે છે અને એવા કામ કરવાથી રોક્યા છે, જેના કારણે બેચેની અને પરેશાની થાય છે.
