જે અમારી સામે હથિયાર ઉઠાવે તે અમારા માંથી નથી

જે અમારી સામે હથિયાર ઉઠાવે તે અમારા માંથી નથી

અબૂ મુસા અશ્અરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «જે અમારી સામે હથિયાર ઉઠાવે તે અમારા માંથી નથી».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

નબી ﷺ એ મુસલમાનોને લૂંટવા અથવા તેમને ભયભીત કરવા માટે તેમની સામે હથિયાર ઉઠાવવાની સખત ચેતવણી આપી છે, જે વ્યક્તિ કારણ વગર આ પ્રમાણે કરશે તો તે મહાપાપ કરી રહ્યો છે, અને મહાપાપ કબીરહ ગુનાહ માંથી છે, અને તેના માટે સખત ચેતના આપવામાં આવી છે.

فوائد الحديث

તે મુસલમાનોને સખત ચેતવણી આપી છે જેઓ પોતાના મુસલમાન ભાઈઓ સાથે લડાઈ કરે છે.

પૃથ્વી પરની સૌથી મોટી દુષ્ટતા અને ભ્રષ્ટાચાર એ છે કે મુસ્લિમો સામે હથિયાર ઉઠાવવા અને હત્યા દ્વારા ભ્રષ્ટાચાર કરવું.

ઉપરોક્ત ચેતવણી સત્ય સાથે લઢવાવાળા લોકો માટે નથી, જેવું કે જાલીમો સામે લડવું અને ભ્રષ્ટાચાર કરનાર સામે લડવું.

મુસલમાનોને હથિયાર વગેરેથી ડરાવવા હરામ છે, ભલેને મજાક મજાકમાં જ કેમ ન હોય.

التصنيفات

ગુનાહ, લૂંટફાટ કરવાની હદ (સજા)