?જ્યારે તમે અઝાન સાંભળો, તો તમે પણ મુઅઝ્ઝિન (અઝાન આપનાર) જેમ કહે તેમ કહો

?જ્યારે તમે અઝાન સાંભળો, તો તમે પણ મુઅઝ્ઝિન (અઝાન આપનાર) જેમ કહે તેમ કહો

અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «જ્યારે તમે અઝાન સાંભળો, તો તમે પણ મુઅઝ્ઝિન (અઝાન આપનાર) જેમ કહે તેમ કહો».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

આ હદીષમાં નબી ﷺએ લોકોને મુઅઝ્ઝિન જ્યારે અઝાન આપે તો તેનો જવાબ આપવા પર ઉભાર્યા છે અને એવી રીતે કે આપણે એવા જ શબ્દો કહીએ જેમ તેઓ કહે છે, એક પછી એક વાક્ય કહો, જ્યારે તે અલ્લાહુ અકબર કહે તો આપણે પણ અલ્લાહુ અકબર કહેવું જોઈએ અને જ્યારે તે શહાદતૈન (અલ્લાહ અને તેના રસૂલની ગવાહી) કહે તો પછી આપણે પણ કહેવું જોઈએ, (હય્ય અલસ્સલા, હય્ય અલલ્ ફલાહ) આ બન્ને શબ્દોને છોડીને; કારણકે આ બન્ને વાક્યો પછી: લા હવ્લ વ-લા કુવ્વત ઇલ્લા બિલ્લાહ કહેવું જોઇએ.

فوائد الحديث

જ્યારે એકથી વધારે મુઅઝ્ઝિનની અઝાન સંભળાય તો પહેલા મુઅઝઝિનનો જવાબ આપ્યા પછી બીજાનો પણ જવાબ આપ્યો જોઈએ, આ હદીષના સામાન્ય આદેશને ધ્યાનમાં રાખતા.

દરેક સ્થિતિમાં મુઅઝઝિનના વાક્યોનો જવાબ આપ્યો જોઈએ, હા, જો શૌચાલયમાં હોય અથવા કંઈ જરૂરત હોય તો પછી જવાબ આપવાનો જરૂર નથી.

التصنيفات

અઝાન અને ઇકમત, અઝાન અને ઇકમત