કસમ છે, તે ઝાતની જેના હાથમાં મારી જાન છે, આ કોમનો કોઈ પણ વ્યક્તિ ભલેને તે યહૂદી હોય કે ઈસાઈ, જો તેણે મારી પયગંબરી વિશે…

કસમ છે, તે ઝાતની જેના હાથમાં મારી જાન છે, આ કોમનો કોઈ પણ વ્યક્તિ ભલેને તે યહૂદી હોય કે ઈસાઈ, જો તેણે મારી પયગંબરી વિશે જાણ્યું અને તો પણ મારી પયગંબરી પણ ઈમાન લાવ્યા વગર જ મૃત્યુ પામશે, તો તે જહન્નમમા જશે

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «કસમ છે, તે ઝાતની જેના હાથમાં મારી જાન છે, આ કોમનો કોઈ પણ વ્યક્તિ ભલેને તે યહૂદી હોય કે ઈસાઈ, જો તેણે મારી પયગંબરી વિશે જાણ્યું અને તો પણ મારી પયગંબરી પણ ઈમાન લાવ્યા વગર જ મૃત્યુ પામશે, તો તે જહન્નમમા જશે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આ હદીષમાં નબી ﷺએ કસમ ખાઈ કહ્યું કે આ કોમનો કોઈ પણ વ્યક્તિ, જે યહૂદી હોય કે નસ્રાની હોય અથવા અન્ય સમુદાયનો હોય, જો તેની પાસે નબી ﷺના આદેશો પહોંચ્યા હોય અને પછી તે ઈમાન લાવ્યા વગર જ મૃત્યુ પામશે, તો તે હંમેશા માટે જહન્નમમાં જશે.

فوائد الحديث

નબી ﷺના આદેશો દુનિયાના દરેક લોકો માટે સરખા છે, તેનું અનુસરણ કરવું દરેક માટે જરૂરી છે, અને આ શરીઅત પાછળની દરેક શરીઅતનો રદ કરે છે.

કોઈ વ્યક્તિ નબી ﷺનો ઇન્કાર કરે, અને અન્ય પયગંબરો પર ઈમાન લાવે તો પણ તેને કઈ પણ ફાયદો નહીં થાય.

જે વ્યક્તિ નબી ﷺના આદેશો સાંભળી ન શકે અને તેની પાસે ઇસ્લામની દઅવત ન પહોંચી હોય તો તે મઅઝૂર (મજબૂર) ગણવામાં આવશે, તેની બાબતે અલ્લાહ તઆલા આખિરતમાં નિર્ણય કરશે.

ઇસ્લામ દ્વારા ફાયદો થતો રહે છે, ભલેને મૃત્યુ નજીક હોય અથવા સખત બીમાર હોય, જ્યાં સુધી પ્રાણ ગળા સુધી પહોંચી ન જાય.

કાફિરોના દીનને સાચો ઠહેરાવવો સાથે સાથે યહૂદ અને નસારાના દીનને પણ સાચું ગણવો, કુફ્ર છે.

આ હદીષમાં યહૂદીઓ અને નસ્રાનીઓના દીનનું વર્ણન કરવામાં આવ્યું છે, તે સિવાય દરેક દીન માટે પણ આ જ ચેતવણી છે, આ એટલા માટે કે યહૂદ અને નસ્રાનીઓને કિતાબ આપવામાં આવી છે, તેથી તેમનું એક સ્થાન છે, જેમની પાસે કિતાબ જ નથી તેઓ આ લોકો કરતા વધારે હક ધરાવે છે કે ઇસ્લામ દીનમાં દાખલ થઈ જાય અને નબી ﷺનું અનુસરણ કરે.

التصنيفات

આપણાં નબી મોહમ્મદ ﷺ