જે વ્યક્તિ બે ઠંડા સમયે નમાઝની પાબંદી કરશે તો તે જન્નતમાં પ્રવેશ પામશે

જે વ્યક્તિ બે ઠંડા સમયે નમાઝની પાબંદી કરશે તો તે જન્નતમાં પ્રવેશ પામશે

અબૂ મૂસા અશઅરી રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «જે વ્યક્તિ બે ઠંડા સમયે નમાઝની પાબંદી કરશે તો તે જન્નતમાં પ્રવેશ પામશે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) લોકોને બે ઠંડા સમયની બે નમાઝો પઢવા પર ઉભારી રહ્યા છે, અને તે બે નમાઝો એટલે કે ફજર અને અસરની નમાઝ છે, અને તે વ્યક્તિ માટે ખુશખબર, જે તે બંને નમાઝોને તેના સમયે, તેના હક અને જમાઅત સાથે પઢતા લઈને આવશે, તે બન્ને નમાઝો જન્નતમાં પ્રવેશ મેળવવાનું કારણ બનશે.

فوائد الحديث

આ હદીષમાં ફજર અને અસરની નમઝની મહત્ત્વતા વર્ણન કરી છે, કારણકે ફજરના સમયે (ઠંડક) ને લઈ ઊંઘ ઝબરદસ્ત આવતી હોય છે, અને અસરની નમાઝ માનવીનું પોતાના કામમાં વ્યસ્ત હોવું, જે વ્યક્તિ આ બન્ને નમાઝોની હિફાજત કરતો હશે, તે વ્યક્તિ ખરેખર અન્ય ત્રણ નમઝની પણ પાબંદી જરૂર કરતો હશે.

ફજર અને અસર બન્ને નમાઝોને ઠંડા સમયની નમાઝો એટલા માટે કહેવામાં આવી કારણકે ફજરની નમાઝ તે રાતની ઠંડકનો સમય છે અને અસરની નમાઝ દિવસની ઠંડકનો સમય છે અને જો ગરમીના દિવસો હોય તો અસરનો સમય એના કરતાં પહેલાંના સમયથી ઠંડો જ હોય છે, અથવા તો પ્રોત્સાહન આપવા માટે કહી દેવામાં આવ્યું હોય, જેવી રીતે કે "અલ્ કમરાન" શબ્દ સૂર્ય અને ચંદ્ર બન્ને માટે કહેવામાં આવ્યો.

التصنيفات

નમાઝની મહ્ત્વતા