إعدادات العرض
તમે મને છોડી દો જ્યાં સુધી હું તમને છોડી દઉં (અને વ્યર્થ સવાલ ન કરો) કારણકે તમારા પહેલાના લોકો વ્યર્થ સવાલ કરવાના…
તમે મને છોડી દો જ્યાં સુધી હું તમને છોડી દઉં (અને વ્યર્થ સવાલ ન કરો) કારણકે તમારા પહેલાના લોકો વ્યર્થ સવાલ કરવાના કારણે અને પોતાના પયગંબરોનો વિરોધ કરવાના કારણે નષ્ટ થઈ ગયા
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «તમે મને છોડી દો જ્યાં સુધી હું તમને છોડી દઉં (અને વ્યર્થ સવાલ ન કરો) કારણકે તમારા પહેલાના લોકો વ્યર્થ સવાલ કરવાના કારણે અને પોતાના પયગંબરોનો વિરોધ કરવાના કારણે નષ્ટ થઈ ગયા, જ્યારે હું તમને કંઈ વસ્તુથી રોકુ તો રુકી જોઓ, અને જ્યારે હું તમને કોઈ વસ્તુનો આદેશ આપું તો પોતાની ક્ષમતા પ્રમાણે તેના પર અમલ કરો».
الترجمة
العربية বাংলা Bosanski English Español فارسی Français Bahasa Indonesia Русский Tagalog Türkçe اردو 中文 हिन्दी Hausa Kurdî Português සිංහල دری অসমীয়া Tiếng Việt አማርኛ Svenska ไทย Yorùbá Кыргызча Kiswahili नेपाली Română മലയാളം Nederlands Oromoo తెలుగు پښتو Soomaali Kinyarwanda Malagasy ಕನ್ನಡ Српски Moore ქართული Čeština Magyar Українська Македонски Lietuvių Azərbaycanالشرح
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ શરીઅતના આદેશોને ત્રણ પ્રકારમાં વહેંચણી કરી છે: જેમાં ચૂપ રહેવું જોઈએ, જેનાથી બચીને રહેવું જોઈએ અને જે આદેશો પર અમલ કરવો જોઈએ. પહેલો પ્રકાર: જેમાં શરીઅતે ચૂપ રહેવાનું કહ્યું છે: જેના વિશે કોઈ આદેશ ન આવ્યો હોય, અને વસ્તુઓમાં તેની મૂળ એ કે તે વાજીબ નથી; કારણકે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) ના સમયમાં કેટલીક વખતે અમુક વસ્તુઓ વિશે સવાલને છોડી દેવું જરૂરી હોતું એ ડરના કારણે કે ક્યાંક તેના વાજીબ હોવા પર અથવા હરામ હોવા પર કોઈ આદેશ ન આવી જાય, અને અલ્લાહએ આ છૂટ પોતાના બંદાઓ પર રહેમત કરી હોય. અને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) ના મૃત્યુ પછી કોઈ ફતવો જાણવા અથવા શિક્ષા પ્રાપ્ત કરવા જે આદેશોમાં હુકમની જરૂર પડે તે બાબતે સવાલ કરવું જાઈઝ છે, પરંતુ અનિવાર્ય છે, અને જો હટ અને ફસાદ કરવા માટે હોય, તો આ હદીષ પ્રમાણે તેnનાથી બચવું જોઈએ, કારણકે પછી જે પ્રમાણે બનુ ઇસ્રાઈલ સાથે થયું એ પ્રમાણે થઈ શકે છે, જયારે તેમને એક ગાય ઝબહે કરવાનો આદેશ આપવામાં આવ્યો, તો તેઓ કોઈ પણ ગાય ઝબહે કરતા, તો આદેશ પર અમલ થઈ જતો પરંતુ તેઓએ પોતાના પર સખતી કરી તો તેમના માટે મુશ્કેલી ઉભી થઈ ગઈ. બીજો પ્રકાર: જે આદેશો પર રોક લગાવી હોય, તેને છોડવા પર સવાબ મળશે, અને તેને કરવાથી સજા મળશે, તો તેનાથી સંપૂર્ણ તેનાથી બચવું જરૂરી છે. ત્રીજો પ્રકાર: તે આદેશો જેને કરવાનો હુકમ આપ્યો હોય, તેને કરવા પર સવાબ મળશે, અને છોડવા પર સજા મળશે, પોતાની ક્ષમતા પ્રમાણે તેના પર અમલ કરવો જરૂરી છે.فوائد الحديث
આપણે જે સૌથી મહત્વપૂર્ણ અને શું જરૂરી છે, તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, જેની જરૂર નથી તેને તરત જ છોડી દેવુ જોઈએ, અને શું થયું નથી તે વિશે પૂછવામાં વ્યસ્ત રહેવું જોઈએ નહીં.
એવા પ્રશ્નો પૂછવા એટલા માટે પ્રતિબંધિત છે, જે સમસ્યાઓને જટિલ બનાવી શકે છે અને શંકાના દરવાજા ખોલી શકે છે, જે ઘણા મતભેદ તરફ દોરી જાય છે.
તમામ પ્રતિબંધોને છોડી દેવાનો આદેશ; કારણ કે તેને છોડવામાં કોઈ મુશ્કેલી નથી, અને તેથી તે સામાન્ય રીતે પ્રતિબંધિત હતું.
આદેશો માં જેટલું શક્ય હોય તેટલો અમલ કરવો જોઈએ, કારણકે તે તેના માટે મુશ્કેલ બની શકે છે, અથવા અઘરું થઈ શકે છે, એટલા માટે જે આદેશો છે, તેમાં ક્ષમતા પ્રમાણે અમલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
વધુ પ્રમાણમાં સવાલ કરવાથી બચવું જોઈએ, આલિમોએ સવાલ કરવાના બે પ્રકાર વર્ણન કર્યા છે, એક: દીન શીખવા માટે તાલીમ લઈ રહેલા લોકો માટે સવાલ કરવા યોગ્ય અને જાઈઝ છે, અને સવાલ કરવાની આ પદ્ધતિ સહાબાઓની હતી, અને બીજો: હટ અને ઘમંડ કરી ફસાદ ફેલાવવા માટે સવાલ કરવા, તો આ પ્રકારના સવાલ કરવા પર રોક લગાવવામાં આવી છે.
પયગંબરોનો વિરોધ કરવાથી રોક્યા છે, જે પ્રમાણે આગળની કોમોએ પોતાના પયગંબરોનો વિરોધ કર્યો અને તેઓ નષ્ટ થઈ ગયા.
વ્યર્થ સવાલ કરવા જેની જરૂર નથી, અને પોતાના પયગંબરોનો વિરોધ કરવો નષ્ટ થવાનું કારણ છે, એવા કેટલાક તર્કો જેના સુધી આપણે પહોંચી ન શકીએ, ઉદાહરણ તરીકે: ગૈબની એવી વાતો જેને અલ્લાહ સિવાય કોઈ નથી જાણી શકતું, અને કયામતના દિવસની પરિસ્થિતિ.
અઘરા વિષયો વિશે સવાલ કરવા પર રોક લગાવી છે, ઈમામ અવઝાઇ રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે) એ કહ્યું: જ્યારે અલ્લાહ તઆલા કોઈને ઇલ્મની બરકતથી વંચિત રાખે છે, તો અલ્લાહ તેની જબાન પર સવાલો ઉભા કરી દે છે, અમે જોયું કે તેઓ સૌથી ઓછું ઇલ્મ પ્રાપ્ત કરનાર હતા, અને ઈબ્ને વહબ રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે) એ કહ્યું: મેં ઈમામ માલિક રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે) ને કહેતા સાંભળ્યા: જ્ઞાનમાં દંભ માણસના હૃદયમાંથી જ્ઞાનનો પ્રકાશ છીનવી લે છે.