જે વસ્તુ તમને શંકામાં નાખે, તેને છોડી તે વસ્તુ અપનાવો જે શંકામાં ન નાખે; કારણકે સત્યતામાં સંતુષ્ટિ છે અને જૂઠ…

જે વસ્તુ તમને શંકામાં નાખે, તેને છોડી તે વસ્તુ અપનાવો જે શંકામાં ન નાખે; કારણકે સત્યતામાં સંતુષ્ટિ છે અને જૂઠ દિલને બેચેન કરી નાખે છે

અબૂલ્ હવરાઅ અસ્ સઅદી રિવાયત કરે છે તેમણે કહ્યું: મેં હસન બિન અલી રઝી અલ્લાહુ અન્હુમાને કહ્યું: તમે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમથી શું યાદ કર્યું છે? તેઓએ કહ્યું: મેં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો આ આદેશ યાદ કર્યો છે: «જે વસ્તુ તમને શંકામાં નાખે, તેને છોડી તે વસ્તુ અપનાવો જે શંકામાં ન નાખે; કારણકે સત્યતામાં સંતુષ્ટિ છે અને જૂઠ દિલને બેચેન કરી નાખે છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [رواه الترمذي والنسائي وأحمد]

الشرح

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ એવા કાર્યો અને વાતોથી દૂર રહેવાનો આદેશ આપ્યો, જેના વિષે શંકા ઊભી થાય કે તેનાથી રોકવામાં આવ્યો છે કે નહીં? શું તે હલાલ છે કે હરામ, માનવીએ એવા કાર્યો કરવા જોઈએ જેના સારા અને હલાલ હોવા પર યકીન હોય; કારણકે તેનાથી માનવીનું દિલ સંતુષ્ટ રહે છે, જ્યારે કે શંકાસ્પદ બાબતો માનવીના દિલને બેચેન અને વિચલિત કરી દે છે.

فوائد الحديث

મુસલમાનો માટે જરૂરી છે કે તેઓ પોતાના દરેક કાર્યોનો આધાર યકીન પર રાખવો જોઈએ તેમજ શંકાસ્પદ વસ્તુઓથી દૂર રહેવું જોઈએ,

અને હિકમત તેમજ જ્ઞાન સાથે દીનના આદેશો પર અમલ કરવો જોઈએ.

શંકાસ્પદ કાર્યો પર રોક લગાવી છે.

જો તમે શાંતિ ઇચ્છતા હોવ તો શંકાસ્પદ કાર્યો છોડી દો અને તેનાથી દૂર રહો.

અલ્લાહની પોતાના બંદાઓ પ્રત્યે કૃપા અને દયા કે તેણે તેના બંદાઓને એવા કાર્યો કરવાનો આદેશ આપ્યો છે, જેના દ્વારા દિલને શાંતિ મળે છે અને એવા કામ કરવાથી રોક્યા છે, જેના કારણે બેચેની અને પરેશાની થાય છે.

التصنيفات

અત્ તઆરુઝ વત્ તરજીહ