જાડ ફૂંક કરાવવું, તાવીજ પહેરવું અને તવલહ (પતિ-પત્ની વચ્ચે મોહબ્બત પેદા કરવા માટે જાદુ કરવું) શિર્ક છે

જાડ ફૂંક કરાવવું, તાવીજ પહેરવું અને તવલહ (પતિ-પત્ની વચ્ચે મોહબ્બત પેદા કરવા માટે જાદુ કરવું) શિર્ક છે

અબ્દુલ્લાહ બિન મસ્ઉદ રઝી અલ્લાહુ અન્હું રિવાયત કરે છે, તેઓ કહે છે કે મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «જાડ ફૂંક કરાવવું, તાવીજ પહેરવું અને તવલહ (પતિ-પત્ની વચ્ચે મોહબ્બત પેદા કરવા માટે જાદુ કરવું) શિર્ક છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહ અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે]

الشرح

આપ ﷺ એ શિર્કના કાર્યો માંથી કેટલીક વસ્તુઓનું વર્ણન કર્યું; તેમાંથી: પહેલું: દમ કરવું (જંતર-મંતર) અર્થાત્ શિર્ક પર આધારિત એવી વાતો જેને વાંચી અજ્ઞાનતાના સામેના લોકો બીમારીથી સાજા થવા માટે દમ (જાડ ફૂંક) કરતાં હતા. બીજું: માળા અથવા તેના જેવી મોતિયો વાળી તાવીજ: જેને ખરાબ નજરથી બચાવવા માટે બાળકો અથવા ઢોર વગેરેના શરીર પર બાંધવામાં આવે છે. ત્રીજું: એવા જાદુઇ કાર્યો જે પતિ-પત્ની વચ્ચે મોહબ્બત પેદા કરવા માટે ઉપયોગ થતો હોય છે. આ ત્રણેય કાર્યો શિર્ક છે, એટલા માટે કે નુકસાનને દૂર કરવા માટે આ વસ્તુને કારણ બનાવી લેવામાં આવ્યા છે, અને આ કોઈ શરીઅતમાં વર્ણવેલ કારણ નથી, અને ન તો કોઈ દેખીતું કારણ છે, જેનાથી અનુભવ લેવામાં આવ્યો હોય. શરીઅતના સ્તોત્ર જેવા કે કુરઆન પઢવું, અથવા તો એવી દવાઓ જેનો અનુભવ થયો હોય, તો તે વસ્તુઓ જાઈઝ છે, આ બન્ને સ્ત્રોત છે, પરંતુ એ ભરોસો અને ઈમાન ધરાવતા કે ફાયદો પહોંચાડવાની ક્ષમતા અને નુકસાનથી બચાવવા માટેની ક્ષમતા ફક્ત અલ્લાહના હાથમાંજ છે.

فوائد الحديث

તૌહીદ અને અકીદામાં ભંગ પડાવનાર વસ્તુઓથી બચવું જરૂરી છે.

દમ કરવા માટે શિર્ક પર આધારિત દરેક પ્રકારના તાવીજ અને તવલહ (પતિ-પત્ની વચ્ચે મોહબ્બત પેદા કરવામાં આવતા જાદુઇ કાર્યો) હરામ છે.

આ ત્રણેય વસ્તુઓ બાબતે માનવી એવું સાંજે કે આ તકલીફ દૂર કરવા અથવા ફાયદો પહોંચાડવાના સ્ત્રોત છે તો આ શિર્કે અસગર (નાનું શિર્ક) છે કારણકે આ આવી વસ્તુઓને સ્ત્રોત અથવા કારણ માનવામાં આવે છે હકીકતમાં કારણ છે જ નહીં, પરંતુ જો આ ત્રણેય વસ્તુઓને પપટે જ લાભદાયી અથવા નુકસાનકારક સમજવામાં આવે તો તે શિર્કે અકબર (મોટું શિર્ક) ગણાશે.

આ હદીષમાં શિર્ક પર આધારિત કારણો તથા હરામ કામથી સંપૂર્ણપણે બચવાની તાકીદ કરવામાં આવી છે.

જાડફૂંક કરવું હરામ અને શિર્ક છે, પરંતુ શરીઅતે વર્ણવેલ પદ્ધતિને છોડીને.

દિલનો સંબંધ ફક્ત અલ્લાહ સાથે જ હોવો જોઈએ, એવી રીતે કે ફાયદો અને નુકસાન પહોંચાડવાની શક્તિ ફક્ત અલ્લાહ પાસે જ છે, તેનો કોઈ ભાગીદાર નથી, અલ્લાહ સિવાય કોઈ તમને ભલાઈ પહોંચાડી શકતું નથી, અને અલ્લાહ સિવાય કોઈ બુરાઈ દૂર કરી શકતું નથી.

જાઈઝ દમમાં ત્રણ શરતો હોવી જરૂરી છે: ૧- એવો અકીદો રાખવો જરૂરી છે, કે દમ પોતે અલ્લાહની પરવાનગી વગર ફાયદો પહોંચાડી શકશે નહીં. ૨- દમ કુરઆન, અલ્લાહના પવિત્ર નામ અને ગુણ તેમજ આપ ﷺ થી સાબિત દુઆઓ વડે કરવામાં આવે. ૩- દમ કરતી વખતે તેના શબ્દો અને અર્થ સમજમાં આવતા હોય, જો શેતાની તલાસિમ (જાદુ) અને મેલીવિદ્યા જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં ન આવે.

التصنيفات

અર્ રુકિય્યતુશ શરઇય્યહ (માન્ય દમ)