હે અલ્લાહના પયગંબર ! કોઈ નાનો અથવા મોટો ગુનોહ એવો નથી જે મેં કર્યો ન હોઇ અને હું અહીયાં આયો છું, નબી ﷺ એ કહ્યું: «શું…

હે અલ્લાહના પયગંબર ! કોઈ નાનો અથવા મોટો ગુનોહ એવો નથી જે મેં કર્યો ન હોઇ અને હું અહીયાં આયો છું, નબી ﷺ એ કહ્યું: «શું તું એ વાતની ગવાહી નથી આપતો કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી અને મોહમ્મદ તેના પયગંબર છે?

અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: એક વ્યક્તિ નબી ﷺ પાસે આવ્યો અને કહેવા લાગ્યો: હે અલ્લાહના પયગંબર ! કોઈ નાનો અથવા મોટો ગુનોહ એવો નથી જે મેં કર્યો ન હોઇ અને હું અહીયાં આયો છું, નબી ﷺ એ કહ્યું: «શું તું એ વાતની ગવાહી નથી આપતો કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી અને મોહમ્મદ તેના પયગંબર છે?» ત્રણ વાર તે વ્યક્તિએ કહ્યું: હાં, નબી ﷺ એ કહ્યું: «તો આ તેના માટે પૂરતું થઈ જશે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ ઈમામ અબૂ યઅલા રહિમહુલ્લાહ અને ઈમામ તબ્રાની રહિમહુલ્લાહ અને ઈમામ ઝિયા અલ્ મકદસી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

એક વ્યક્તિ નબી ﷺ પાસે આવી કહેવા લાગ્યો: હે અલ્લાહના રસૂલ ! મેં દરેક પ્રકારના ગુનાહ કર્યા છે, મેં કોઈ નાનો અને મોટો ગુનોહ બાકી નથી રાખ્યો, શું મને માફ કરવામાં આવશે? તો નબી ﷺ એ તે વ્યક્તિને કહ્યું: શું તું ગવાહી નથી આપતો કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી? અને મુહમ્મદ ﷺ તેના રસૂલ છે? અ વાત નબી ﷺ એ ત્રણ વખત કહી, તે વ્યક્તિએ જવાબ આપ્યો: હાં હું ગવાહી આપું છું, તો નબી ﷺ એ ઈમાનની બંને ગવાહીઓની મહત્ત્વતા વર્ણન કરી કે તે ગુનાહોને માફ કરી દે છે, અને તૌબા પાછલા દરેક ગુનાહોને ખત્મ કરી દે છે.

فوائد الحديث

આ હદીષ દ્વારા બંને ગવાહીઓની મહત્ત્વતા જાણવા મળે છે, અને તે પણ જાણવા મળ્યું કે જે વ્યક્તિ પણ સાચા દિલથી બંને ગવાહીઓ આપશે તો તેના ગુનાહ માફ કરી દેવામાં આવશે.

ઇસ્લામ અપનાવ્યા પછી તેના પહેલા કરેલા ગુનાહ માફ કરી દેવામાં આવે છે.

સાચી તૌબા પાછલા દરેક ગુનાહને ખત્મ કરી દે છે.

નબી ﷺ નું કોઈ વાત વારંવાર કહેવું તે શિખવાડવાનો એક તરીકો છે.

આ હદીષમાં ઈમાનની બંને ગવાહીઓની મહત્ત્વતા વર્ણન કરવામાં આવી છે કે તે બન્ને જહન્નમ માંથી કાયમી છૂટકરાનું કારણ છે.

التصنيفات

તૌહીદની મહ્ત્વતા