إعدادات العرض
મારો હોઝ એક મહિનાના અંતર જેટલો (લાંબો-પહોળો) હશે, તેનું પાણી દૂધ કરતા પણ વધુ સફેદ અને તેની સુગંધ મુશ્ક (કસ્તુરી) કરતા…
મારો હોઝ એક મહિનાના અંતર જેટલો (લાંબો-પહોળો) હશે, તેનું પાણી દૂધ કરતા પણ વધુ સફેદ અને તેની સુગંધ મુશ્ક (કસ્તુરી) કરતા પણ વધુ સુગંધિત હશે
અબ્દુલ્લાહ બિન અમ્ર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «મારો હોઝ એક મહિનાના અંતર જેટલો (લાંબો-પહોળો) હશે, તેનું પાણી દૂધ કરતા પણ વધુ સફેદ અને તેની સુગંધ મુશ્ક (કસ્તુરી) કરતા પણ વધુ સુગંધિત હશે, અને પ્યાલાઓ આકાશમાં સિતારાઓની સંખ્યા બરાબર હશે, જે વ્યક્તિ તેમાંથી એકવાર પી લેશે, તે પછી ક્યારેય તરસ્યો નહીં થાય».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]
الترجمة
العربية English မြန်မာ Svenska Čeština Yorùbá Nederlands اردو Español Bahasa Indonesia ئۇيغۇرچە বাংলা Türkçe Bosanski සිංහල हिन्दी Tiếng Việt Hausa മലയാളം తెలుగు Kiswahili پښتو অসমীয়া Shqip دری Ελληνικά Български Fulfulde ಕನ್ನಡ Кыргызча Lietuvių or Română Kinyarwanda Српски тоҷикӣ O‘zbek नेपाली Moore Kurdî Wolof Soomaali Français Azərbaycan Tagalog Українська bm தமிழ் Deutsch ქართული Português Македонски Magyar فارسی Русский 中文 ភាសាខ្មែរ አማርኛ Malagasy Oromooالشرح
આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે કયામતના દિવસે તેમની પાસે હોઝ હશે, જેની લંબાઈ એક મહિનાના સફરના અંતર બરાબર હશે અને પહોળાઈ પણ એજ પ્રમાણે હશે, તેનું પાણી દૂધ કરતા પણ વધુ સફેદ હશે, તેની સુગંધ મુશ્ક (કસ્તુરી) ની સુગંધ કરતા પણ વધુ સુગંધિત હશે, અને ત્યાંના જગ આકાશના તારાઓની જેમ અગણિત હશે, જે વ્યક્તિ તે પ્યાલાઓ માંથી એકવાર પાણી પી લેશે તો તે ક્યારેય તરસ્યો નહીં થાય.فوائد الحديث
નબી ﷺ નો હોઝ એક મહાન હોઝ છે, જેના દ્વારા આપ ﷺ ની કોમન મોમિન બંદાઓ ફાયદો ઉઠાવશે.
જે વ્યક્તિ તે હોઝ માંથી એકવાર પાણી પી લે શે તેને બહુ મોટી નેઅમત મળી અને તે ક્યારેય તરસ્યો નહીં થાય.
التصنيفات
આખિરતના દિવસ પર ઈમાન