દરેક વસ્તુ તકદીર મુજબ જ છે, અહીં સુધી કે અસક્ષમતા તથા સક્ષમતા અથવા સક્ષમતા તથા અસક્ષમતા

દરેક વસ્તુ તકદીર મુજબ જ છે, અહીં સુધી કે અસક્ષમતા તથા સક્ષમતા અથવા સક્ષમતા તથા અસક્ષમતા

તાવૂસ રહિમહુલ્લાહ રિવાયત કરે છે, તેઓ કહે છે કે મેં આપ ﷺ ના ઘણા સાથીઓને કહેતા સાંભળ્યા, તેઓ કહેતા હતા કે દરેક વસ્તુ તકદીર મુજબ છે, મે અબ્દુલ્લાહ બિન ઉમર રઝી અલ્લાહુ અન્હુ ને કહેતા સાંભળ્યા, તેઓ કહેતા હતા: નબી ﷺ એ કહ્યું: «દરેક વસ્તુ તકદીર મુજબ જ છે, અહીં સુધી કે અસક્ષમતા તથા સક્ષમતા અથવા સક્ષમતા તથા અસક્ષમતા».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આપ ﷺ એ સ્પષ્ટ કહી દીધું કે દરેક વસ્તુ તકદીર મુજબ છે; અહીં સુધી કે અસક્ષમતા પણ: અર્થાત્ બંદા પર જરૂરી કાર્યો છે તેને છોડી દેવું, દુનિયા અને આખિરતના કામોમાં સમય કરતાં વધારે વિલંબ કરવો. અહીં સુધી કે સક્ષમતા પણ: અર્થાત્ દુનિયા અને આખિરતના કામોમાં ચપળતા અને હોશિયારી. અને એ કે અલ્લાહ તઆલા એ અસક્ષમતા અને સક્ષમતા પણ તકદીરમાં લખી છે અને દરેક વસ્તુની તકદીર લખી જ છે, કોઈ પણ વસ્તુ અલ્લાહના ઇલ્મ અને તેની ઈચ્છા વગર જે પહેલા લખવામાં આવ્યું છે, અસ્તિત્વમાં નથી આવતું.

فوائد الحديث

તકદીર વિષે સહાબા રઝી અલ્લાહુ અન્હુમના અકીદહની સ્પસ્ટતા.

દરેક વસ્તુ અલ્લાહની તકદીર મુજબ જ છે અહીં સુધી કે અસક્ષમતા અને સક્ષમતા પણ.

આપ ﷺ ની હદીષ નકલ બાબતે સહાબાની સાવધાની.

સારી અને ખરાબ તકદીર પર ઈમાન.

التصنيفات

તકદીર અને અલ્લાહના આદેશ પર ઈમાન, તકદીર અને ભાગ્યના દરજ્જાઓ