إعدادات العرض
1- સોનાના બદલામાં ચાંદીનો વેપાર વ્યાજ છે, પરંતુ રોક્કડ હોય તો વાંધો નથી, ઘઉંના બદલામાં ઘઉં વ્યાજ ગણાશે, પરંતુ જો રોકકડ સોદો થતો હોય તો વાંધો નથી, તેમજ જુવારીના બદલામાં જુવારી વ્યાજ છે, પરંતુ જો તેનો સોદો રોકકડ થાય તો વાંધો નથી, તેમજ ખજૂરના બદલામાં ખજૂર પણ વ્યાજ છે, પરંતુ તે પણ રોકકડ સોદો થાય તો વાંધો નથી
2- સોનાના બદલામાં સોનુ, ચાંદીના બદલે ચાંદી, ઘઉંના બદલામાં ઘઉં, જુવારના બદલે જુવાર, ખજૂરના બદલામાં ખજૂર અને મીઠાના બદલે મીઠાનો વેપાર કરવા પર રોક લગાવી છે, જો બરાબર બરાબર અને રોકકડ વેપાર હોય તો કંઇ વાંધો નથી, એની પરવાનગી આપી છે, જો વસ્તુનો પ્રકાર બદલાય જાય તો જેમ ઈચ્છો તેમ વેપાર કરી શકો છો, શરત એ કે એક હાથથી લઈ બીજા હાથથી બદલવામાં આવે, અર્થાત્ રોકકડ વેપાર કરવો