જ્યારે લોકો કોઈને અત્યાચાર કરતાં જુએ અને તેનો હાથ ન પકડે તો શક્ય છે કે અલ્લાહ તે દરેક લોકો પર પોતાનો અઝાબ ઉતારી દે

જ્યારે લોકો કોઈને અત્યાચાર કરતાં જુએ અને તેનો હાથ ન પકડે તો શક્ય છે કે અલ્લાહ તે દરેક લોકો પર પોતાનો અઝાબ ઉતારી દે

અબૂ બકર સીદ્દીક રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) એ કહ્યું: હે લોકો! તમે આ આયત પઢો છો: {હે ઈમાનવાળાઓ! પોતાની ચિંતા કરો, જ્યારે તમે સત્યમાર્ગ પર હશો તો કોઈ બીજાની ગુમરાહી તમારું કઇ પણ બગાડી નહીં શકે} [સૂરે અલ્ માઈદહ: ૧૦૫], મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) ને કહેતા સાંભળ્યા: «જ્યારે લોકો કોઈને અત્યાચાર કરતાં જુએ અને તેનો હાથ ન પકડે તો શક્ય છે કે અલ્લાહ તે દરેક લોકો પર પોતાનો અઝાબ ઉતારી દે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ કુબ્રામાં રિવાયત કરી છે, અને ઈમામ ઈબ્ને ઈબ્ને માજહ અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

અબૂ બકર સિદ્દીક રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) લોકોને આ આયત વિશે જણાવી રહ્યા છે: {હે ઈમાનવાળાઓ ! પોતાની ચિંતા કરો, જ્યારે તમે સત્યમાર્ગ પર હશો તો કોઈ બીજાની ગુમરાહી તમારું કઇ પણ બગાડી નહીં શકે} [સૂરે અલ્ માઈદહ: ૧૦૫]. અને તેનાથી એવું સમજી રહ્યા છે કે માનવીની જવાબદારી ફક્ત પોતાનો સુધારો કરવાની ફિકર કરવાની છે, અને જો બીજું કોઈ પથભ્રષ્ટ થઈ રહ્યું છે, તો થતો રહે, તેનાથી તેને કઈ પણ નુકસાન નહીં પહોંચે, અને તેમના પર સારા કાર્યોનો આદેશ આપવાનો અને ખરાબ કાર્યોથી રોકવાની જવાબદારી નથી! તો તમે જાણી લો કે એવું નથી, મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) ને કહેતા સાંભળ્યા: નિઃશંક લોકો જ્યારે કોઈને જુલમ કરતાં જુએ અને તેને રોકવાની તાકાત હોવા છતાં પણ તેને ન રોકે, તો શક્ય છે કે અલ્લાહ તે સૌ પર સામાન્ય અઝાબ મોકલી દે, ખરાબ કાર્ય કરનાર પર પણ અને ચૂપ રહેવાવાળા લોકો પર પણ.

فوائد الحديث

મુસલમાનો માટે લોકોને નેકી નો આદેશ આપવો તેમજ બુરાઈથી રોકવા જરૂરી છે.

અલ્લાહની પકડ તે સૌ માટે લોકો માટે છે, જે જુલમ કરે તેના માટે પણ અને જે જુલમ જોઈને ચૂપ રહે, તેના માટે પણ છે, જો કે તેનામાં જુલમને રોકવાની શક્તિ હતી.

સામાન્ય લોકોને સમજાવવું અને તેઓને કુરઆની આયતની સરળ અને સાચી સમુજતી સમજાવવી.

માનવીએ કુરઆન મજીદ સમજવવામાં ચોક્સાઇ પૂર્વક ધ્યાન આપવું જોઈએ, એવું ન થાય કે અલ્લાહએ જે પ્રમાણે સમજાવ્યું હોય, તેની વિરુદ્ધ વાત થઈ જાય.

નેકીનો આદેશ આપવો અને બુરાઈથી લોકોને રોકતા છોડી દેવાથી હિદાયત નથી મળી શકતી.

આ આયતની સાચી સમજૂતી: તમે પોતાને ગુનાહથી બચાવો, જો તમે પોતાને ગુનાહોથી બચાવશો તો તમને પથભ્રષ્ટ લોકોની પથભ્રષ્ટતા કંઈ નુકસાન નહીં પહોંચાડી શકે, જો તમે નેકીનો આદેશ આપવા અને બુરાઈથી રોકવામાં અસમર્થ હોવ.

التصنيفات

ભલાઈનો આદેશ અને બુરાઈથી રોકવાનો હુકમ