?અલ્લાહ તઆલાએ કહ્યું: હે ઈબ્ને આદમ ! તું ખર્ચ કર, તારા ઉપર પણ ખર્ચ કરવામાં આવશે

?અલ્લાહ તઆલાએ કહ્યું: હે ઈબ્ને આદમ ! તું ખર્ચ કર, તારા ઉપર પણ ખર્ચ કરવામાં આવશે

અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «અલ્લાહ તઆલાએ કહ્યું: હે ઈબ્ને આદમ ! તું ખર્ચ કર, તારા ઉપર પણ ખર્ચ કરવામાં આવશે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

નબી ﷺ કહે છે કે મને અલ્લાહ તઆલાએ જણાવ્યું અને કહ્યું કે હે ઈબ્ને આદમ ! જરૂરી અને મુસ્તહબ (યોગ્ય) બન્નેમાં ખર્ચ કરતો રહે, તેના બદલામાં અલ્લાહ તઆલા તને ખૂબ વિશાળ રોજી આપશે અને તેમાં બરકત પણ આપશે.

فوائد الحديث

આ હદીષમાં સદકો કરવા પર અને અલ્લાહના માર્ગમાં ખર્ચ કરવા પર પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.

ભલાઈના કામોમાં ખર્ચ કરવું, રોજીમાં બરકત માટેના મહાન સ્ત્રોત માંથી એક સ્ત્રોત છે, અને બંદાના ખર્ચ કરવા પર અલ્લાહ જરૂર તેને પાછું આપે છે.

આ હદીષનો એક પ્રકાર છે જેમાં નબી ﷺ પ્રત્યક્ષ પોતાના પાલનહારથી રિવાયત કરે છે, તેને હદીષે કુદ્સી કહેવામાં આવે છે, જેના શબ્દ અને અર્થ અલ્લાહ તરફથી હોય છે, પરંતુ તેમાં કુરઆન જેવા લક્ષણો નથી હોતા, જે તેને પ્રભુત્વ આપતા હોય, જેવું કે તેની તિલાવત એક ઈબાદત છે, તેના માટે પાકી જરૂરી છે, તેનું ચેલેન્જ આપવામાં આવ્યું હોય, તે એક મુઅજિઝો છે, અને એ વગર પણ.

التصنيفات

અન્ નફકાતુ, નફીલ કરવામાં આવતો સદકો